નવરાત્રીના સાતમા દિવસે અજમાવો આ ઉપાયો, મા કાલરાત્રી દૂર કરશે તમારા વિઘ્નો
છ દિવસ પૂરા થયા પછી નવરાત્રીનો સાતમો દિવસ. દુર્ગાના સાતમા સ્વરુપ માતા કાલરાત્રીની આજે પૂજા થાય છે. માતાજીનું સ્વરુપ ભલે જરાક ડરામણું હોય છે, પરંતુ માતાજીની કૃપા હંમેશાં પોતાના ભક્તો પર રહે છે. આજના દિવસે તંત્ર-વિધાનથી પૂજાપાઠ કરનારા લોકો માટે વિશેષ મહત્ત્વ આંકવામાં આવે છે. માતાજીની પૂજા કરવાથી ભયથી મુક્તિ થાય છે અને શક્તિ મળે છે.
…તો માનસિક રીતે સશક્ત બનશો
જો તમે કોઈનાથી ડરતા હોય યા માનસિક રીતે કોઈ સમસ્યા હોય તો તમે આજના સાતમા દિવસ દરમિયાન માતાજીની ખાસ પૂજા કરવી. આજના દિવસે તમારે માતાજીના નામે રાત્રે 32 નામનો જાપ કરવો જોઈએ. આ સરળ ઉપાયથી તમ કોઈ પણ પ્રકારના ડરને ભગાડી શકો છો તેમ જ શારીરિક-માનસિક રીતે સશક્ત બનો છો.
નવરાત્રીમાં તમે ઓમ એં હ્રીં ક્લીં ચામુન્ડાયૈ વિચ્ચે નમઃ મંત્રનો સવા લાખ વખત જાપ કરી શકો અને એના પછી તમે માતાજી પાસે વરદાન માગો તો તમારી મનોકામના પૂરી થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ મંત્રનો જાપ કરવાથી ભક્તની ઈચ્છાઓ પૂરી થાય છે. એની સાથે સાથે વ્યક્તિ માનસિક રીતે મજબૂત બને છે તેમ જ નકારાત્મક શક્તિઓથી પણ દૂર થાય છે.
માતાજીની પૂજા કરવાથી શનિ ગ્રહનો દોષ દૂર થાય
માતા કાલરાત્રીની પૂજાથી શનિ ગ્રહનો દોષ દૂર થાય છે. તમે જો નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રીની પૂજા કરતા હો તો કંકુ અને 11 કૌડીઓ ભેટ ધરાવો, તેનાથી તમારા જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને શનિ ગ્રહ પણ તમારા જીવનમાં રહેલી નકારાત્મક બાબતને દૂર કરે છે, તેનાથી તમારા જીવનમાં પણ સફળતા આવે છે.
રોગ-દોષને દૂર કરવાનો પણ ઉપાય
આજે માતા કાલરાત્રીની પૂજા કરતી વખતે તમે ગોળથી બનાવેલી વસ્તુનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી તમે કોઈ પણ પ્રકારના રોગ-દોષમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત, માનસિક કષ્ટો પણ દૂર કરવા માટે સક્ષમ ઉપાય છે. ઓમ એં હ્રીં ક્લીં કાલરાત્ર્યૈ નમઃ આ બીજ મંત્ર છે. આજના દિવસે આ મંત્રનો તમે 1,008 વખત જાપ કરો, ત્યારબાદ રોજ 108 વખત મંત્રનો જાપ કરવાનું રાખો, તેનાથી ભવિષ્યમાં સિદ્ધિ મળશે.
