મુંબઈ-પુણે સહિત દેશમાં સાત હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું ત્રીજું બજેટ રજૂ કરી રહ્યા છે. આ તેમનું નવમું બજેટ છે. આ વખતના અંદાજપત્રમાં અનેક ક્ષેત્રોમાં મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેની સાથે સાથે રેલવે, ઉડ્ડયન (એવિએશન) અને જળમાર્ગો મુદ્દે મહત્ત્વની જાહેરાતનો સમાવેશ થાય છે, પરંતુ રેલવે ક્ષેત્રે ખાસ કરીને મુંબઈ, દિલ્હી સહિતના મહાનગરોને જોડતનારા હાઈ સ્પીડ રેલ કોરિડોરનો સમાવેશ થાય છે.
નાણા પ્રધાને સાત રેલ સ્પીડ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. આ સાથે આગામી પાંચ વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરવામાં આવશે. વારાણસી અને પટનામાં જહાજ સમારકામ (શિપ રિપેરિંગ) સુવિધા સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત દરિયાઈ વિમાન (સી-પ્લેન) માટે VGF યોજના શરૂ કરવામાં આવશે.
હાઈ-સ્પીડ રેલ કોરિડોરમાં મહારાષ્ટ્ર માટે બે કોરિડોરને સાંકળી લેવામાં આવ્યા છે, જેમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-ચેન્નઈ, ચેન્નઈ-બેંગલુરુ, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલીગુડીનો સમાવેશ થાય છે. રેલવે માટે બજેટ 2025-26માં ₹ 2,55,445 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
#UnionBudget2026 | Union FM Nirmala Sitharaman says, "In order to promote environmentally sustainable passenger systems, we will develop 7 high-speed rail corridors between cities as growth connectors: Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to… pic.twitter.com/Ypv0diIJut
— ANI (@ANI) February 1, 2026
કવચ સિસ્ટમ: માનવીય ભૂલને કારણે થતા અકસ્માતોને રોકવા માટે સ્વચાલિત ટ્રેન સુરક્ષા પ્રણાલી ‘કવચ’ના વિસ્તરણ માટે ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો છે. સ્ટેશન પુનઃવિકાસ: ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ 1,337 સ્ટેશનોને આધુનિક બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાંથી 1,197 પર કામ શરૂ થઈ ચૂક્યું છે. વંદે ભારત અને બુલેટ ટ્રેન: નવી વંદે ભારત ટ્રેનોની શરૂઆત અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (NHSRCL) માટે ₹21,000 કરોડનું રોકાણ ચાલુ રહેશે.
બજેટ 2024-25માં શું હતું?
બજેટ 2024-25માં રેલ મંત્રાલય માટે ₹2,55,393 કરોડ ફાળવવામાં આવ્યા હતા. તે સમયે મુખ્યત્વે ત્રણ મોટા આર્થિક રેલવે કોરિડોર કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઉર્જા, ખનિજ અને સિમેન્ટ કોરિડોર સામેલ હતા. 2025-26માં આ પ્રોજેક્ટ્સના અમલીકરણ અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે.
