June 30, 2025
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાતમાં કાળજાળ ગરમી, આગામી બે દિવસમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરી શકે

Spread the love

હીટવેવની શક્યતા વચ્ચે ઉત્તર ભારતના અમુક રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહી શકે છે, જ્યારે રાજ્યના સાત શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જાય એવી હવામાન વિભાગના અધિકારીએ આગાહી કરી છે. એટલું જ નહીં, આગામી બે-ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો ધચા પછી ગરમીનું મોજું ફરી વળી શકે છે.

અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન ઉચકાયું

જોકે આજે હવામાન વિભાગે આણંદમાં યલો એલર્ટ તેમજ હીટવેવની આગાહી કરી છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફથી પવનની જે દિશા છે ત્યારે અમદાવાદ અને પાટનગર ગાંધીનગરનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે, જ્યારે તાપમાનનો પારો વધીને 42 ડિગ્રી પણ પાર કરી શકે છે. રાજ્યમાં આજે સૌથી વધુ તાપમાન આણંદમાં નોંધાયુ છે.

પહેલી એપ્રિલ સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે

24 માર્ચે પશ્ચિમ હિમાચલ પ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. જેની અસર 26 માર્ચથી રાજ્યમાં જોવા મળશે. પશ્ચિમી ભેજવાળા પવનને કારણે 1 એપ્રિલ સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત, આ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે અડધા ઈંચથી ઓછા કમોસમી વરસાદની શક્યતાઓ છે.

મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે
ગુજરાતમાં અમરેલી, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, નર્મદા, પંચમહાલ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, આણંદ, ભરૂચ, ખેડા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, ડાંગ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

બે દિવસમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર કરી શકે
રાજ્યમાં ફરી એકવાર આકરી ગરમી શરૂ થઇ ગઇ છે. માર્ચના અંતિમ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે. તાજા આંકડા પ્રમાણે, રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, અને આગામી 2 દિવસમાં ગરમીનો પારો હજુ પણ 42 ડિગ્રીએ પહોંચી શકે છે. ગરમીનો પારો ઉંચકાવવાને કારણે નાગરિકોએ ખાસ કરીને કાળજી લેવાનું જરુરી રહેશે. બપોરના સમયગાળામાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને બાળકો સાથે બીમાર દર્દીઓએ ઘરની બહાર નહીં નીકળવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!