June 30, 2025
અજબ ગજબઈન્ટરનેશનલટેકનોલોજીબિઝનેસ

બોલો, 10 હજાર વર્ષ સુધી ચાલે એવી ઘડિયાળ બની રહી છે, ક્યાં ખબર છે?

Spread the love

ટાઈટલ વાચીને તમે ચોંકી જાઓ પણ હકીકત એ છે કે એવા એક ઉદ્યોગતપતિને સમય સાથે નહીં એવી ઘડિયાળ સાથે ચાલવું જે વર્ષો વર્ષ સુધી ચાલે. ઈન્વેસ્ટમેન્ટ એ દરેક બિઝનેસમેનના મગજની પેદાશ હોય છે. દરેક ક્ષેત્રમાં રોકાણ કરીને પોતાના નેટર્વકને વિસ્તારનો ઉદ્દેશ હોય છે, પણ સમય સાથ આપવો જોઈએ. સમય પરથી વાત નીકળી તો એક દિગ્ગજ ઉદ્યોગપતિએ ગયા વર્ષે મોટી જાહેરાત કરી હતી. સમય સાથ આપે એટલા માટે ઘડિયાળ બનાવી રહ્યા હતા, જે ઘડિયાળ જેવી તેવી નહીં, પણ એ દસ હજાર વર્ષ સુધી ચાલે એવી બનાવવા ઈચ્છતા હતા. કોણ છે એ ઉદ્યોગપતિ અને એમનો શું પ્લાન છે એ જાણીએ.
દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની એમેઝોનના સ્થાપક અને અબજોપતિ જેફ બેજોસે 10 હજાર વર્ષ સુધી ચાલે એવી ઘડિયાળ બનાવવાની યોજના બનાવી છે, જ્યારે તેમાં લાખ કરોડ નહીં પણ 4.20 કરોડ અમેરિકન ડોલરનું એટલે 349 કરોડનું રોકાણ કરશે. આ ઘડિયાળની વિશેષતા એ હશે કે વર્ષમાં ફક્ત પોતાની જગ્યાથી એક વખત હલશે.
અત્યાર સુધીમાં તો આપણે અનેક ક્લોક ટાવર કે મહેલ યા ધાર્મિક સ્થળો પર પણ જાયન્ટ ક્લોક જોઈ હશે. દરેક શહેર-ગામમાં પણ હવે ક્લોક ટાવરનો કન્સેપ્ટ ડેવલપ થઈ ગયો છે, પરંતુ મૂળ વાત એ છે કે વાસ્તવમાં શું 10,000 વર્ષ સુધી એ ઘડિયાળ ચાલશે કે નહીં એ કોણ જોશે એ. પણ હકીકત એ છે એની યોજના અને રોકાણની જાહેરાત જેફ બેજોસે કરી નાખી છે.

clock of the long now
clock of the long now

અમેરિકાના ટેક્સાસમાં એક પર્વતની ટોચ પર આ ઘડિયાળ બનાવવામાં આવી રહી છે, જે કમ્પ્યુટર વૈજ્ઞાનિક ડેની હિલિસ દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે, જ્યારે એ ઘડિયાળ હશે સંપૂર્ણ મિકેનિકલ અને પૃથ્વીના થર્મલ ચક્ર મારફત વીજળી પૂરી પાડવામાં આવશે. ઘડિયાળમાં એક સૌર સિક્રોનાઈઝર, એક પેંડુલમ, એક ચાઈમ જનરેટર, ગિયર અને ડાયલ્સની સિરીઝ હશે. ટેક્સાસમાં નિર્મિત થનારી એટલે દસ હજાર વર્ષ સુધી ચાલનારી ઘડિયાળ માટે બહુ ઓછું મરમ્મત કામ કરવામાં આવે એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે.
ઘડિયાળને સૂર્યના પ્રકાશની સાથે ચાલે એ રીતે બનાવવામાં આવી રહી છે. ઉપરાંત, તેમાં ઉપયોગ કરનારી સામગ્રીમાં કાસ કરીને ટાઈટેનિયમ, સિરામિક, કાર્ટજ, સૈફાઈઅર અને 316 સ્ટીનલેસ સ્ટીલ. એના સિવાય આ બધી સાધન સામગ્રીને જંક્ અને અન્ય પ્રકારના નુકસાનથી બચાવી શકાય એ રીતે ડિઝાઈન કરી છે.
આ ઘડિયાળને નામ આપવામાં આવ્યું છે કે ધ ક્લોક ઓફ લોન્ગ નાઉ તથા તેને લોન્ગ નાઉ ફાઉન્ડેશન દ્વારા બનાવી છે. દસ વર્ષ સુધી ચોક્કસ સમયનો નિર્દેશ કરે એ રીતે ડિઝાઈન કરી છે, પરંતુ ઊર્જા બચાવવા માટે પોતાના ડિસ્પ્લે ડાયલને ત્યાં સુધી અપડેટ કરવામાં આવશે નહીં, જ્યાં સુધી કોઈ વિઝિટર પર્યાપ્ત વીજળી ઉત્પન્ન કરવા માટે હાજર ના હોય. આ જાયન્ટ ક્લોક ક્યાં સુધી બની જશે એના અંગે કોઈ ડેડલાઈન મળી નથી, પરંતુ ઈન્ટિગ્રિટી બનાવવા માટે વિઝિટર્સની સંખ્યા ઓછી રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!