આગામી પાંચ મહિના આ રાશિના જાતકો પર મહેરબાન રહેશે શનિદેવ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જયોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની એક આગવી વિશેષતા અને ખૂબી વિશે જણાવવામાં આવ્યું છે અને તેની બદલાતી ચાલને કારણે દરેક રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. આજે અમે અહીં આવા જ ગ્રહ વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ ગ્રહ છે ન્યાયના દેવતા શનિદેવ…
શનિદેવને જયોતિષશાસ્ત્રમાં ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને એવું કહેવાય છે કે શનિદેવ દરેકને એમના કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. આગામી પાંચ મહિનામાં શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન રહીને ગોચર કરશે. શનિદેવ 29મી જૂનથી વક્રી ચાલ ચાલશે, અને 15મી નવેમ્બર સુધી તેઓ વક્રી ચાલ ચાલશે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને વિશેષ ફાયદો થઈ રહ્યો છે, તેમને ભાગ્યનો પૂરેપૂરો સાથે મળી રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ કે જેમને શનિની આ વક્રી ચાલથી લાભ થઈ રહ્યો છે…
કન્યા: આ રાશિના જાતકોના જીવનમાં શનિની વક્રી ચાલને કારણે સકારાત્મકતા જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પરિવારના સભ્યો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.
તુલા: શનિની વક્રી ચાલને કારણે તુલા રાશિના જાતકોને અનેક કાર્યોમાં સફળતા મળી રહી છે. સમાજમાં તમારા પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. રોકાણ કરવાના નવા નવા વિકલ્પો આ સમયગાળા દરમિયાન તમને મળી રહ્યા છે.
વૃશ્ચિકઃ આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ શનિદેવની વક્રી ચાલને કારણે સુધરી રહી છે. વેપારી વર્ગને કોઈ સારા રોકાણકારો મળી શકે છે. કરિયરમાં પ્રગતિ થવાના કે પ્રમોશન મળવાના યોગ પણ બની રહ્યા છે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિદેવની વક્રી ચાલ સોને પે સુહાગા સમાન છે.