છગન ભુજબળ ઉદ્ધવ ઠાકરે જૂથમાં ફરી જશે? સંજય રાઉતે કરી આ સ્પષ્ટતા
NDAમાં બબાલઃ ભાજપના નેતાઓને પણ અજિત પવારના નેતાએ આપી ચીમકી
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામો પછી મહારાષ્ટ્રમાં મહાયુતિ વચ્ચે ખેંચાખેંચી ચાલુ છે, તેમાંય વળી અજિત પવાર જૂથ (એનસીપી)ને ઓછી બેઠક મળ્યા મહાયુતિના પક્ષોએ હાર માટે આરોપો પર આરોપ કરી રહ્યા છે. રાજ્યસભાનું એક પદ ઓફર કર્યા પછી એને ઠુકરાવીને એનડીએમાં બધા પક્ષોની અપેક્ષા પ્રમાણે ચાલી રહ્યું નથી એના સંકેતો આપ્યા હતા. હવે એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારના સાથ છોડીને ઉદ્ધવ ઠાકરે (યુબીટી)માં જવાની અટકળો વહેતી થઈ છે ત્યારે આ મુદ્દે ઠાકરે જૂથના નેતા સંજય રાઉતની પહેલી પ્રતિક્રિયા મળી છે. ઉપરાંત, હાર બાદ ભાજપ, એકનાથ શિંદે સેના અને એનસીપીના નેતાઓ વચ્ચે એકબીજા પર હાર મુદ્દે આરોપ પ્રત્યારોપ કરવામાં આવે છે ત્યારે એના મુદ્દે એનસીપીના નેતાએ ચીમકી પણ આપી હતી.
અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળ એનસીપીને બાય બાય કરીને ઉદ્ધવ ઠાકરે જૂથમાં જઈ શકે એવી અટકળો મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે અમારા જૂથ તરફથી છગન ભુજબળ સાથે કોઈ મુલાકાત કરી નથી અને યુબીટીમાં સામેલ પણ કરવામાં આવશે નહીં. ત્રણ દાયકા પૂર્વે છગન ભુજબળે શિવસેનાને છોડી હતી. હવે મીડિયાના અહેવાલો છે કે છગન ભુજબળ અનેક વિકલ્પોનો વિચાર કરી રહ્યા છે, જેમાંથી બીજો એક વિકલ્પ એ પણ છે કે પોતાની એક નવી પાર્ટી બનાવવી. ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ)ના નેતાના નજીકના લોકોના જણાવ્યાનુસાર નાશિક લોકસભાની બેઠક નહીં આપવાને કાણે તેઓ નારાજ હતા, પરંતુ હવે અજિત પવારના પત્ની સુનેત્રા પવારને રાજ્યસભાની સીટ આપવાથી નારાજ છે. આ જ સુનેત્રા પવાર દસ દિવસ પહેલા લોકસભાની ચૂંટણીમાં હાર્યા હતા. આ અંગે ભુજબળે સોમવારે જ નારાજગી વ્યક્ત કરી હતી. એક સંગઠનની બેઠક પછી આ મુદ્દે ભુજબળે નારાજગી વ્યક્ત કરીને આ મુદ્દે ઉકેલ લાવવાની માગણી કરી હતી.
દરમિયાન અજિત પવારની એનસીપીના નેતાએ ચેતવણી આપતા કહ્યું હતું કે અમને ખોટી રીતે નિશાન કરવામાં આવશે તો મહાયુતિને તોડીને અલગ રસ્તો અપનાવતા અટકીશું નહીં. એનસીપીના નેતા અમોલ મિતકારીએ કહ્યું હતું કે ભાજપના વિધાનસભ્યો હાર માટે અજિત પવારને જવાબદાર ગણે છે તો હું એવા લોકોને કહેવા માગીશ કે જો તમે અજિત પવારને આ રીતે નિશાન બનાવશો તે આ મુદ્દે અમારે અલગ સ્ટેન્ડ લેવા વિચારવું પડશે.