સલમાન ખાન સાથેના સંબંધો પર સંગીતા બિજલાનીનો ચોંકાવનારો ખુલાસો, તે ખૂબ જ…

બોલીવૂડના દબંગ સુપરસ્ટાર અને ભાઈજાન સલમાન ખાનની ગણતરી ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજેબલ બેચલર તરીકે કરવામાં આવે છે. સલમાન ખાને પોતાના ફિલ્મી કરિયરમાં ઢગલો સુપરહિટ ફિલ્મો આપી છે પણ એના લવ-અફેયરની ચર્ચા પણ એટલી જ જોરશોરથી થતી હતી અને હજી પણ થઈ રહી છે. પરંતુ આ અફેયરમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને સંગીતા બિજલાની સાથેનું ભાઈનું અફેયર ખૂબ જ ગાજ્યું હતું. સંગીતાએ સલમાનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો, જેના વિશે સાંભળીને ચોંકી ઉઠશો. ચાલો જોઈએ સંગીતાએ પોતાના એક્સ બોયફ્રેન્ડને લઈને શું ખુલાસો કર્યો હતો-
સંગીતા બિજલાનીએ એક શો પર પોતાના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન સાથેના સંબંધો વિશે વાત કરી હતી. સંગીતા બિજલાનીએ જણાવ્યું હતું કે સલમાન ખૂબ જ કન્ટ્રોલિંગ છે અને તે મને ક્યારેય શોર્ટ ડ્રેસ પહેરવા નહોતા દેતાં. તેમને ટૂંકા કપડાં પહેરવા નહોતા દેતા. સંગીતાએ એક સ્પર્ધકે પૂછેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે તે સાચે જ સલમાન સાથે લગ્ન કરવાની હતી. આ જ દરમિયાન એક્ટ્રેસે સલમાન વિશે અનેક ચોંકાવનારા ખુલાસા પણ કર્યો હતા.
સંગીતા બિજલાનીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે સલમાન ખાન ખૂબ જ કન્ટ્રોલિંગ છે અને તે મને હંમેશા જ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરતાં હતા. મને શોર્ટ ડ્રેસ પહેરવાની મનાઈ કરતો હતો અને તે મને હંમેશા લિમીટમાં રાખી હતી. આજે તો હું બિન્ધાસ્ત શોર્ટ ડ્રેસ પહેરું છું પણ પહેલાં એવું નહોતું. જોકે, એ સમયે હું શરમાળ હતી, પરંતુ હવે એવું નથી. હવે તો હું એક ગુંડી બની ગઈ છે.
અહીંયા તમારી જાણ માટે કે સલમાન ખાન અને સંગીતા બિજલાનીએ એકબીજાને 10 વર્ષ સુધી ડેટ કર્યા હતા. બંનેની મુલાકાત એક એડ શૂટ સમયે થઈ હતી અને ત્યારથી તેમનો સંબંધ શરૂ થયો હતો. બંને રિલેશનશિપને લઈને સિરીયસ હતા.
એક રિપોર્ટમાં તો ત્યાં સુધી દાવો કરવામાં આવ્યો હતો કે બંનેના લગ્નના કાર્ડ્સ પણ છપાઈ ગયા હતા. પરંતુ બાદમાં કોઈ કારણસર વાત નહીં બની અને બંને જણે અલગ થવાનો નિર્ણય લીધો હતો. આમ એક સુંદર લવ સ્ટોરી અધૂરી રહી ગઈ.
