‘હીટમેન’ રોહિત શર્માનું દરિયાદિલ: સિક્સર મારવાની સાથે ચેરિટીમાં પણ મોખરે
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ક્રિકેટમાં પોતાની આક્રમક બેટિંગથી તો જાણીતા છે. એટલે જ તેને ટીમ ઈન્ડિયાના હીટમેનનું બિરુદ આપવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાને અનેક મેચમાં જીત પણ અપાવી છે, જ્યારે ટીમ ઈન્ડિયાને ટવેન્ટી ટવેન્ટી વર્લ્ડ કપ જીતાડ્યો છે, તેથી રોહિત શર્માની ચાહકો પણ હીટમેન કહે છે.
ક્રિકેટના મેદાનમાં આક્રમક રોહિત શર્મા વ્યક્તિગત જિંદગીમાં નરમ દિલના વ્યક્તિ છે. ટીમ ઈન્ડિયામાં ઓપનર બેટ્સમેન રોહિત શર્મા સામાજિક કાર્યોમાં પણ મોખરે છે. સામાજિક ક્ષેત્રે ચેરિટીનું પણ કામ કરે છે, જ્યારે અન્ય ક્ષેત્રમાં નાના-મોટા કામ કરીને પણ ચર્ચામાં રહે છે.
પ્લાસ્ટિક વેસ્ટ ક્ષેત્રે મહત્ત્વની ઝુંબેશ હાથ ધરી છે. સમગ્ર દુનિયામાં પ્લાસ્ટિક મહારાક્ષસથી પરેશાન છે, ત્યારે પ્લાસ્ટિકના કચરાની વિરુદ્ધ રોહિત શર્માએ એડિડાસ સાથે મળીને સ્પેશિયલ કપડા લોન્ચ કર્યા છે. આ ખાસ કપડા પ્લાસ્ટિક વેસ્ટને રિસાઈકલ કરીને બનાવે છે.
પ્લાસ્ટિક વેસ્ટના નિયંત્રણ સિવાય રોહિત શર્માએ પેટા સાથે મળીને નિરાશ્રિત બિલાડી અને શ્વાનના નસબંધીનું અભિયાન પણ ચલાવ્યું છે. તેની સંખ્યા નિયંત્રિત કરવા માટે નિરાશ્રીત જાનવરને નુકસાન નહીં પહોંચાડવા માટે એક એડ મારફત અપીલ કરી છે. એન્ટિ પોર્ચિંગ કેમ્પેન પણ કર્યું છે. જેનો ઉદ્દેશ જંગલી જાનવરોના સંરક્ષણનો છે. આ ઝુંબેશ માટે હોલીવુડ સ્ટાર મેટ લી બ્લાન્ક અને સલમા હયાક સાથે કામ કર્યું છે.
રોહિત શર્માએ ગેંડાના (Rhinos) સંરક્ષણ માટે અભિયાન ચલાવ્યું છે. આઈપીએલમાં ગેંડા સંરક્ષણ વધારવા માટે સ્પેશિયલ શૂ પહેરે છે. 2019માં Rohit4Rhions કેમ્પેન પણ ચલાવ્યું હતું. કોવિડ મહામારી વખતે પણ સ્પેશિયલ ચેરિટી કરીને ચર્ચામાં રહ્યો હતો. 2020માં રોહિત શર્માએ ચેરિટી કરી હતી. પીએમ કેર્સ ફંડમાં 45 લાખ રુપિયાનું દાન કર્યું હતું. ઉપરાંત, મુખ્ય પ્રધાન સીએમ રિલીફ ફંડમાં 25 લાખ, ફિલિંગ ઈન્ડિયાને પાંચ લાખ, વેલ્ફેર ઓફ સ્ટ્રે ડોગ્સમાં પણ પાંચ-પાંચ લાખ રુપિયાનું ફંડ આપ્યું હતું.
