June 30, 2025
મની મેનેજમેન્ટ

શેર યા સવાશેરઃ 5 વર્ષમાં 15,600 ટકાનું વળતર આપ્યું હતું આ રોકેટ શેરે પણ

Spread the love

વૈશ્વિક માર્કેટમાં મોટી ઉથલપાથલ વચ્ચે સોનાની ડિમાન્ડમાં વધારા સાથે ડોલરની મજબૂતાઈનું બેવડું વલણ માર્કેટ પર અસર કરી રહ્યું છે. વૈશ્વિક સ્ટોકમાર્કેટમાં વધઘટ સાથે ભારતીય સ્ટોકમાર્કેટમાં મોટી વધઘટ જોવા મળી હતી. ગયા અઠવાડિયા દરમિયાન મુંબઈ સ્ટોક એક્સચેન્જના બેન્ચમાર્ક સેન્સેક્સમાં 746.95 પોઈન્ટ અથવા 0.91 ટકાની વૃદ્ધિ સાથે 82,188.99 પોઈન્ટે રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સમાં 252.15 પોઈન્ટના ઉછાળા સાથે 25,0003.05 પોઈન્ટના મથાળે સ્થિર હતો, પરંતુ માર્કેટના સ્ટાર સ્ટોક ઈવી કંપનીમાં 1.5 ટકાનો વધારો થયો છે, જેમાં પોઝિટિવ સંકેત જોવા મળ્યા છે.

એક વર્ષમાં 10 ટકાથી વધુ ગાબડું પણ નોંધાયું
રોકાણકારના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો કંપનીના સ્ટોકમાં છેલ્લા વર્ષોથી નિરંતર તેજી જોવા મળે છે. અહીં એ જોવાનું કે આ પેની સ્ટોકમાં પાંચ વર્ષમાં રોકાણકારોએ જોરદાર કમાણી કરી છે, જેમાં 15,600 ટકાનું વળતર આપ્યું છે, જ્યારે એક વર્ષમાં 10 ટકાથી વધુ ગાબડું પણ નોંધાયું છે. છેલ્લા છ મહિનાની વાત કરીએ તો 38 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે એક મહિનામાં ત્રણ ટકા ધોવાયો છે, જેનો ભાવ હાલમાં 59.65 રુપિયા છે. કંપનીનો સ્ટોક બાવન સપ્તાહની ઊંચી સપાટીએ 139.20 રુપિયાએ છે, જ્યારે બાવન સપ્તાહના નીચલી સપાટીએ 51.24 રુપિયાએ રહ્યો હતો.

ભાવનગરમાં કંપની હવે નવા શોરુમનું કર્યું ઓપનિંગ
ગુજરાતના ભાવનગર સ્થિત મર્ક્યુરી ઈવીટેક લિમિટેડ કંપનીએ ભાવનગરમાં નવો શોરુમ ખોલ્યો છે. ગ્રાહકો સુધી પહોંચવા માટે કંપનીએ મહત્ત્વનું પગલું ભર્યું છે. ગ્રાહકો સુધી પહોંચવા માટે કંપનીના ડેવલપમેન્ટની આ નીતિ છે, જે અન્વયે પોતાના ઈલેક્ટ્રિક વ્હિકલ્સ વધુ લોકો સુધી પહોંચાડવા માટે ફોક્સ કરે છે. આ અહેવાલ પછી કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

વડોદરામાં નવા યુનિટની જાહેરાતને કારણે તેજી હતી
એપ્રિલમાં કંપનીએ એક જાહેરાત કરી હતી, જેના કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ મજબૂત થયું હતું. કંપનીની સંપૂર્ણ માલિકી હેઠળની સબ્સિડિયરી પાવરમેટ્ઝ એનર્જી મારફત વડોદરામાં 3.2 ગીગાવોટની લિથિયમ આયર્ન બેટરી મેન્યુફેકચરિંગનો યુનિટ શરુ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું હતું કે મે મહિનામાં આ યુનિટ માટે પાયલટ પ્રોજેક્ટ મે મહિનામાં શરુ થશે.

(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!