February 21, 2026
બિઝનેસમની મેનેજમેન્ટ

Resourceful Automobile IPO: માર્કેટમાં સુપરસ્ટાર સ્ટોક સાબિત થશે કે નહીં?

Spread the love

IPO Market: આઈપીઓ માર્કેટમાં કોઈના કોઈ કંપની જોરદાર ચર્ચામાં રહે છે, જેમાં મોટાભાગની કંપનીના ઈશ્યૂની સાઈઝ મોટી હોય છે, જ્યારે માર્કેટમાંથી મોટી રકમ ઉપાડવાની યોજના હોય છે. તાજેતરમાં વાત કરીએ એવા એસએમઈ કેટેગરીએ તમામ નિષ્ણાતોને ચોંકાવ્યા છે. એસએમઈ આઈપીઓએ માર્કેટમાં આગ લગાવી છે. બે બાઈક શોરુમ સંચાલિત કરનારી સૌથી નાની કંપની રિસોર્સફુલ ઓટોમોબાઈલ કંપનીએ ફક્ત 12 કરોડ રુપિયાના આઈપીઓની રજૂઆત કરી હતી, પરંતુ તેની બિડ બે-ત્રણ ગણી નહીં, પરંતુ 4,800 કરોડની થઈ છે.
ipo
કંપનીમાં માંડ આઠ કર્મચારી કરે છે કામ
આઈપીઓને લઈ લોકોએ એવી તેજી જોવા મળી રહી છે કે માર્કેટમાં રિસોર્સફુલ ઓટોમોબાઈલને સર્ચ કરી રહ્યા છે. જણાવી દઈએ કે કંપનીમા માંડ આઠ કર્મચારી કામ કરે છે. માર્કેટમાં પૈસા એકત્ર કરવા માટે 22મી ઓગસ્ટે માર્કેટમાં આઈપીઓ રજૂ કર્યો હતો, જેમાં રોકાણકારોએ 26 ઓગસ્ટ સુધી રોકાણ કર્યું હતું. આમ છતાં આ આઈપીઓમાં રોકાણ કરવા માટે રીતસરની હોડ લાગી હતી. રિસોર્સફુલ ઓટોમોબાઈલ આઈપીઓની સાઈઝ 11.99 કરોડ રુપિયા હતું, પરંતુ છેલ્લા દિવસે આઈપીઓ ઓવરસબસ્ક્રાઈબ્ડ થયો હતો. કંપનીને 4,868.88 કરોડ રુપિયાની બિડ મળી હતી. રિટેલ કેટેગરીમાં 2,825.11 કરોડ તથા અન્ય કેટેગરીમાં 1,796.85 કરોડનો સમાવેશ હતો.
આઈપીઓની ફેસ વેલ્યુ દસ રુપિયાની

રિસોર્સફુલ ઓટોમોબાઈલ કંપનીએ પોતાના આઈપીઓની ફેસ વેલ્યુ દસ રુપિયાની 1,02,4800 શેર માટે બોલી લગાવી હતી. એક ફિક્સ્ડ પ્રાઈસ ઈશ્યૂ હતો અને પ્રાઈઝ બેન્ડ 117 રુપિયા હતો. ઈશ્યુના લોટની સાઈઝ 1200 શેર નક્કી કરવામાં આવ્યો હતો અને પ્રાઈઝ બેન્ડની રીતે જોવામાં આવે તો એક રોકાણકારે ઓછામાં ઓછા શેર માટે બોલી લગાવવાની હતી અને 1,40,000 રુપિયાનું મિનિમમ રોકાણ કરવાનું હતું, પરંતુ 26 ઓગસ્ટ સુધી બંધ ટાર્ગેટથી આગળ વધીને ઓવરસબ્સ્ક્રાઈબ્ડ થયો હતો.
આજે લિસ્ટિંગ ડે
12 કરોડ રુપિયાના આ એસએમઈ આઈપીઓ ઓવરસબ્સક્રાઈબ્ડ કરવામાં સૌથી વધુ રિટેલ રોકાણકાર રહ્યા હતા અને એ વાતનો અંદાજ આ કેટેગરી અન્વયે 496.22 ગણો ઓવરસબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. એના સિવાય હાઈ નેટવર્થ કેટેગરી (એચએનઆઈ)ની વાત કરીએ તો 150 ગણો અને ઈન્સ્ટિયૂશનલ કેટેગરીમાં 12 ગણો સબ્સક્રાઈબ્ડ થયો હતો. આજે લિસ્ટિંગ થશે.
રિસોર્સફુલ ઓટોમોબાઈલ કંપનીની સ્થાપ્ના 2018માં કરવામાં આવી છે અને ટૂ-વ્હિલરની વિવિધ રેન્જ રજૂ કરે છે. કંપની બાઈક્સ, સ્પોર્ટસ બાઈક્સ અને સ્કૂટર વગેરે પ્રોડક્ટસનો સમાવેશ થાય છે. કંપનીનો પહેલો શો રુમ પાટનગર દિલ્હીમાં દ્વારકામાં છે, જ્યારે બીજો પાલમ રોડ પર છે. રિસોર્સફુલ ઓટોમોબાઈલ આઈપીઓના ગ્રે-માર્કેટમાં ધમાલ મચાવી છે.

(નોંધઃ માર્કેટમાં કોઈ પણ પ્રકારનું રોકાણ સમજી વિચારી કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!