June 30, 2025
મુંબઈ

પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને રાહત, જ્યારે મધ્ય અને હાર્બર પર હાલાકી યથાવત્…

Spread the love

મુંબઈ: દર રવિવારની જેમ જ આવતી કાલે પણ સિગ્નલ અને ટ્રેક મેઈન્ટેનન્સ જેવા મહત્વના કામ હાથ ધરાવવાનું હોવાથી રેલવે દ્વારા મેગા બ્લોક (Railway Announce Mega Block On Sunday, 14th July) લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ મેગા બ્લોકને કારણે લોકલ ટ્રેનો મોડી પડી શકે છે અને પ્રવાસીઓને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. આ બાબતને ધ્યાનમાં લઈને રેલવે દ્વારા પ્રવાસીઓને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે. તમે પણ જોઈ લો ક્યાંથી ક્યાં હશે મેગા બ્લોક…
મધ્ય રેલવે પર સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી થાણે- દિવા વચ્ચે પાંચમી છઠ્ઠી લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન અપ ડાઉન મેલ એકસપ્રેસ ટ્રેનો આ બંને સ્ટેશન વચ્ચે અપ ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. જ્યારે અપ ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેનો કલ્યાણ થાણા વચ્ચે અપ ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ટ્રેનોને દિવા, મુમ્બ્રા અને કલવા સ્ટેશન હોલ્ટ આપવામાં આવશે.
હાર્બર લાઈન પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી કુર્લા-વાશી વચ્ચે અપ ડાઉન લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વાશી, બેલાપુર, પનવેલથી સીએસએમટી વચ્ચે અપ ડાઉન લાઈન પણ ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી- કુર્લા અને પનવેલ- વાશી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. રેલવે દ્વારા આ સમયે હાર્બર લાઈનના પ્રવાસીઓને મધ્ય રેલવે પર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને આવતીકાલે હાલાકીમાંથ મુક્તિ મળશે, કારણે કે પશ્ચિમ રેલવે દ્વારા શનિવાર અને રવિવારની રાતે નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. પશ્ચિમ રેલવેમાં મધરાતે 12.15થી વહેલી સવારે 4.15 વાગ્યા સુધી માહિમ- મુંબઈ સેન્ટ્રલ વચ્ચે અપ ડાઉન ફાસ્ટ લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. આ કારણે ચર્ચગેટ અને સાંતાક્રુઝ વચ્ચે અપ ડાઉન ફાસ્ટ લોકલ અપ ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!