July 1, 2025
બિઝનેસમની મેનેજમેન્ટ

Sher ya Savasher: 2 રુપિયાના શેરમાં 2000 ટકાની તેજી, જાણો પાવર સેક્ટરની Up & Down

Spread the love

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ પાવર (Reliance Power Share)ના તાજેતરમાં જોરદાર ઘટાડો થઈ રહ્યો છે. કંપનીના શેરમાં છેલ્લા કેટલાક સેશનથી ગાબડા પડી રહ્યા છે. કંપનીના શેરમાં ગયા શુક્રવારે પણ પાંચ ટકાની લોઅર સર્કિટ જોવા મલી હતી, જે 44.23 રુપિયાના ભાવે રહ્યો હતો. આના પૂર્વે નિરંતર અપર સર્કિટ જોવા મળી હતી. રિલાયન્સ પાવરનો શેર મહિનામાં પચાસ ટકાથી વધુ વધ્યો છે, જ્યારે છ મહિનામાં 70 ટકાની તેજી જોવા મળી છે.
એક વર્ષમાં મજબૂત વળતર
એક વર્ષની વાત કરીએ તો આ શેરમાં 85 ટકાનો ઉછાળો રહ્યો છે, પરંતુ હજુ આગામી દિવસોમાં માર્કેટમાં આ શેર કઈ ગતિમાં રહે એ કહેવાનું નિશ્ચિત નથી. એકંદરે જોવામાં આવે તો રિલાયન્સ પાવરના શેરમાં એક વર્ષમાં 150 ટકાનો ઉછાળો નોંધાયો છે. શેરનો ભાવ 17 રુપિયાથી ઉછળીને 44 રુપિયાની સપાટી પાર કરી છે. પાંચ વર્ષમાં પાવર કંપનીના શેરમાં 2,006.19 ટકાનો હાઈ જમ્પ જોવા મળ્યો છે. બે રુપિયાની વર્તમાન પ્રાઈસ સુધી પહોંચ્યો છે. લાંબા સમયગાળા દરમિયાન આ શેરનો ભાવ 85 ટકાથી વધુ ગબડ્યો છે, જે 23 મે, 2008ના શેરનો ભાવ 247 રુપિયા હતો.
સોમવારે એક ટકાથી વધુ ગબડ્યો
ગઈકાલે રિલાયન્સ પાવરના શેરમાં 1.09 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે શેરના બાવન સપ્તાહની ઊંચી સપાટીનો ભાવ 53.64 રુપિયા હતો, જ્યારે બાવન સપ્તાહનો તળિયાનો ભાવ પણ 15.55 રુપિયા હતો. સોમવારે 43.14 રુપિયાના મથાળે ખૂલ્યો હતો, જે વધીને 45.80 રુપિયાની સપાટીએ પહોંચીને 43.75 રુપિયાએ બંધ રહ્યો હતો.
કંપનીએ લીધા મોટા નિર્ણય
અહીં એ જણાવવાનું કે રિલાયન્સ ગ્રુપની કંપનીઓમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને રિલાયન્સ પાવર લિમિટેડે 17,600 કરોડ રુપિયા એકત્ર કરવા અને ઝીરો લોનની સ્થિતિમાં પોતાના વિકાસલક્ષી કામગીરી કરવા માટે તૈયાર છે. બંને કંપનીએ ઈક્વિટી લિંક લોંગ ટર્મ એફસીસીબી મારફત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ફંડ વર્ડે પાર્ટનર્સ મારફત 11,600 કરોડ એકત્ર કરવાની યોજના છે, જ્યારે તેની મેચ્યોરિટી ડેટ 10 વર્ષ અને વ્યાજદર પાંચ ટકા હશે. રિલાયન્સ પાવરને બોન્ડ મારફત 50 કરોડ ડોલર (4,198 કરોડ રુપિયા) એકત્ર કરવાની પણ મંજૂરી આપી છે, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં કંપનીએ ડેટ ફ્રી કરવાની જાહેરાત કરી છે.

(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!