ઓસ્ટ્રેલિયાનું શહેર ભરબપોરે લાલ રંગથી રંગાયુંઃ ‘અમંગળના’ એંધાણ?
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં આવેલા ભયાનક વાવાઝોડાએ આસમાનનો રંગ બદલ્યો, જાણો શું છે સત્ય.
ઓસ્ટ્રેલિયાના એક શહેરમાં ભરબપોરે આકાશ લાલ રંગથી જાણે રંગ્યું હોય એવું જોવા મળ્યું, જેનાથી લોકોએ આશ્ચર્ચ વ્યક્ત કરતા કહ્યું કે આ સારી નિશાની છે ખોટી. જોકે, ખગોળશાસ્ત્રીઓથી લઈને અવકાશી વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્ય થયું કે આ શું આસમાનમાં. સોશિયલ મીડિયા પર વાયરલ લાલ ચટક આકાશ જાણે લોહીથી રંગાયું હોય લાગ્યું. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના વીડિયોને જોઈને સૌને આશ્ચર્ય થયું હતું. 28 માર્ચના શાર્ક બે અને ડેનહમમાં બપોરના સમયગાળા દરમિયાન બ્લુના બદલે આકાશમાં લાલ ચાદર પાથરી દીધી હોય એમ રસ્તા, ઘર, શેરીઓ અને દરિયા કિનારાના આકાશ લાલ રંગામાં રંગાયા હતા.
કયામતના સંકેત છે કે શું
હવામાન ખાતાના અધિકારીઓએ કહ્યું કે ટ્રોપિકલ સાયક્લોન નરેલને કારણે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ડરામણું આકાશ જોવા મળ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોરદાર તોફાનને કારણે રણ વિસ્તારમાં આયરનવાળી માટી હવામાં ઉડવા લાગી અને આસમાનમાં લાલ ધૂળની ડમરી ફેલાઈ ગઈ હતી, પરિણામે આસમાન લાલ રંગનું જોવા મળ્યું હતું. આ પ્રકારના નજારાને કારણે લોકોએ શંકા વ્યક્ત કરી કે આ કયામત (Doomsday)ના સંકેત છે કે શું.
આકાશ શા માટે લાલ રંગનું
સાઈકલોન નરેલ વેસ્ટર્ન 27 માર્ચના ઓસ્ટ્રેલિયાના નોર્થ વેસ્ટ કોસ્ટમાં પહોંચ્યું હતું. એ વખતે કલાકના 250 કિલોમીટરની રફતારથી વાવાઝોડું ફૂંકાયું હતું. ભારે પવનને કારણે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી અને લોકોને પોતાના ઘરમાં રહેવાની ફરજ પડી હતી. વૈજ્ઞાનિકોએ પણ દાવો કર્યો હતો કે આ કોઈ ચમત્કાર કે એલિયન્સનો હુમલો નથી એના પાછળ રેલે સ્કેટરિંગ (Rayleigh)નો સિદ્ધાંત છે, જેમ સૂર્યાસ્તના સમયે આસમાન લાલ જોવા મળે છે, પરંતુ એની અસર વધુ રહી હતી. ઓસ્ટ્રેલિયાના રણમાં ઊઠેલા વાવાઝોડાએ હવામાં બારીક કણ (Dust Particles)થી ભરી દીધા હતા, જે લાંબા વેવલેન્થવાળી લાલ લાઈટિંગ જમીન સુધી પહોંચી હતી.
NO, that's not a filter! ☁️🔴 The sky turned an eerie shade of red in Western Australia as dust filled the air ahead of Tropical Cyclone Narelle. pic.twitter.com/dCQ2hjFluI
— AccuWeather (@accuweather) March 28, 2026
સ્થાનિક લોકોએ કહ્યું હતું કે ઈનક્રેડિબલી ઈરી અને અપોકેલિપ્ટિક જેવો નજારો હતો. શાર્ક બે કેરાવાન પાર્કે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જણાવ્યું હતું કે બહારનો માહોલ બિલકુલ અલગ પ્રકારનો હતો, જેમાં અમુક લોકો તો ડરી પણ ગયા હતા. સાઈક્લોનને કારણે અહીંના વિસ્તારના લોકોની ઘરની વીજળી ડૂલ થઈ ગઈ હતી, જ્યારે અનેક ઘરોની છત ઉડી ગઈ હતી. દરિયામાં અમુક નાવ ડૂબી જવાના સમાચાર સાથે એરપોર્ટને પણ નુકસાન થયું હતું.
