February 4, 2026
ટેકનોલોજીટોપ ન્યુઝ

લદ્દાખમાં લાલ આકાશ: સુંદર નજારો કે મહાવિનાશની ચેતવણી?

Spread the love

હાનલેમાં જોવા મળ્યો ‘રેડ ઓરોરા’: સૌર તોફાનથી ભારતની ડિજિટલ ઈકોનોમી અને પાવર ગ્રીડ પર જોખમ

ગ્લોબલ વોર્મિંગને કારણે ધીમે ધીમે નાના-મોટા દેશ ભરડામાં આવી રહ્યા છે. વાતાવરણમાં પલટાની સાથે કુદરતી આફતમાં પણ વધારો થયો છે. અગાઉ વાત કરી એમ મહારાષ્ટ્રના લોણાર લેકમાં જળસ્તરમાં અચાનક વધારો થયો હતો, જ્યારે દર મહિને બિનસિઝનમાં વરસાદ પડવાની સાથે કુદરતી અસાધારણ ફેરફારોને સરકાર અને માનવજાત અવગણી રહી છે, જેમાં વધુ એક ઘટના નોંધાઈ છે. લદ્દાખના હાનલે ડાર્ક સ્કાય રિઝર્વમાં 19 અને 20મી જાન્યુઆરીની રાત સામાન્ય નહીં, પરંતુ અસાધારણ રહી હતી. સામાન્યતઃ બ્લુ આકાશમાં તારા અને આકાશગંગા જોવા મળે છે, પણ રાતના લાલ આકાશ હતું, જેમ કે નોર્ધન લાઈટ્સના માફક ચમકી ઊઠ્યું હતું.

રેડ ઓરોરા શા માટે જોવા મળ્યું?
ઓરોરા ક્યારે બને છે એ સવાલ થયો હોય તો જ્યારે સૂર્યના ચાર્જ પાર્ટિકલ્સ પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ ટકરાય છે. વાયુમંડળના ઓક્સિજન-નાઈટ્રોજન એટેમ્સને એક્ટિવેટ કરે છે. સામાન્ય રીતે ધ્રુવીય વિસ્તાર (નોર્થ-સાઉથ)માં ગ્રીન જોવા મળે છે, પરંતુ હાનલે જેવા અક્ષાંસ 300 કિલોમીટર ઉપર ઓક્સિજન એટેમ્પમાં લાલ રંગના બને છે, જે સૂર્યના સોલાર મેક્સિમમને કારણે વધારે થાય છે.

અંતરિક્ષમાં જોખમોથી શું ઊભી થશે સમસ્યા
સંશોધનમાં દાવા કરવામાં આવ્યા છે સ્ટોર્મથી પૃથ્વીના મેગ્નેટિક શિલ્ડ સંકળાય છે. પાવર ગ્રીડમાં સમસ્યા ઊભી થઈ શકે છે. સ્ટોર્મથી પૃથ્વીના જિયોમેગ્નેટિક ઈન્ડ્યુસ્ડ કન્ટ્સ બને છે, જે ટ્રાન્સફોર્મરને બાળી શકે છે અને બ્લેકઆઉટ પણ કરી શકે છે. જીપીએસ સિગ્નલ બગાડી શકે છે, જ્યારે બેન્કિંગ-નેવિગેશનને પણ અસર કરી શકે છે. ભારતની ડિજિટલ ઈકોનોમી (યુપીઆઈ, 5જી, સેટેલાઈટ ઈન્ટરનેટ) પર જોખમો ઊભા કરી શકે છે.

સુંદરતા કે કુદરતી સંકટના સંકેત
હાનલેના રેડ સ્કાય જોઈને લોકોને આશ્ચર્ય સાથે ઘેલું પણ લાગ્યું હતું, પરંતુ સૂર્યના જાગવાના સંકેતો છે, જે ચેતવણી પણ કહી શકો. સોલાર સાઈકલમાં તોફાનમાં વધારો થઈ શકે છે. ભારતના સ્પેસ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ પણ વધુ મજબૂત કરવી પડશે. સેટેલાઈટ્સ અને ગ્રીડ સુરક્ષિત વધુ મજબૂત બનાવવી પડશે. વૈજ્ઞાનિકો કહે છે કે આપણી ઇલેક્ટ્રોનિક દુનિયા આપણે વિચારીએ છીએ તેના કરતાં વધુ નાજુક છે. હેનલે જેવા સ્થળોનું રક્ષણ કરવાથી આપણને અવકાશનું અન્વેષણ ચાલુ રાખવામાં અને જોખમ ટાળવામાં મદદ મળશે.

સોશિયલ મીડિયા પર તસવીરો પણ વાયરલ થઈ હતી, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ એક સુંદર નજારો નહીં, પરંતુ સૂર્યના વધતી એક્ટિવિટી યા એની ચેતવણીના સંકેતો છે. ભારતમાં સેટેલાઈટ્સ, પાવર ગ્રીડ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના જોખમો છે. વૈજ્ઞાનિક દ્વારા તારણ કાઢવામાં આવેલી વાતો પણ વિગતે જાણો.

. 19 જાન્યુઆરીના સૂર્યના એક એક્સ-ક્લાસ સોલાર ફ્લેયર નીકળ્યું હતું, જે સૌથી શક્તિશાળી પ્રકારની ફ્લેયર હોય છે જેને સૌર લહેર પણ કહેવાય છે.

. કોરોનલ માસ ઈજેક્શન યાને સીએમઈ નીકળ્યું હતું. એટલે સીધી ભાષામાં કહીએ તો સૂર્યનું મેગ્નેટાઈઝ્ડ પ્લાઝમા અને ગેસનું મોટું વાદળ, જે 1700 કિલોમીટર/સેકન્ડની ઝડપથી પૃથ્વીની તરફ આવ્યું, જે ફક્ત 25 કલાકમાં પૃથ્વી પર પહોંચ્યું હતું.

. જી4 લેવક જિયોમેગ્નિટક સ્ટોર્મ (મેગ્નેટિક તોફાન) અને એસ4 લેવલ સોલાર રેડિયેશન સ્ટોર્મ આવ્યું હતું, જે 2003 પછી સૌથી વધુ ઝડપી હતું.

. હાનના ઓલ-સ્કાય કેમેરા (ભારતીય ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ આઈઆઈએ)એ એને રેકોર્ડ કર્યું હતું. આ સોલર સાઈકલ છઠ્ઠી વખત બન્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!