February 17, 2026
લાઈફ સ્ટાઈલ

કોરોનાએ પુરુષો કરતા મહિલાઓેને વધુ બીમાર બનાવી? જાણો, સંશોધકોનો દાવો

Spread the love

 

કોરોના મહામારીના અંત પછી પણ હજુ એના સંબંધિત સમાચાર અને બીમારીનો અંત આવ્યો નથી. તાજેતરમાં એક જર્નલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના પછી પુરુષોને મહિલાની તુલનામાં મોત થવાનું જોખમ વધારે રહે છે. કોરોનાએ પુરુષોને વધુ અસર કરી હતી, પરંતુ તેની વધુ અસર એટલે બીમારીની દૃષ્ટિએ મહિલાઓ વધુ બીમાર રહે છે.

મહિલાઓની તુલનામાં પુરુષોને સમય પહેલા મોત થવાનું વધારે જોખમ રહે છે, પરંતુ બીજી બાજુ મહિલાઓના કિસ્સામાં બીમાર પડવાનું પ્રમાણ વધારે રહે છે. લેસેન્ટ પબ્લિક હેલ્થ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં 20 મુખ્ય બીમારી સંબંધિત મહિલાઓ અને પુરુષોની વચ્ચે રહેલા જોખમમાં ઘણું અંતર જોવા મળ્યું હતું.

કોવિડ, રોડ એક્સિડન્ટ, હાર્ટ એટેક, શ્વાસ સંબંધિત બીમારી મહિલાઓની તુલનામાં પુરુષોના આકસ્મિક મૃત્યુનું કારણ બનતી હતી. કોવિડમાં મહિલાઓની તુલનામાં પુરુષોમાં 45 ટકા વધારે અસર કરી હતી. બીજી બાજુ માનસિક આરોગ્યમાં માથાના દુખાવા જેવી બીમારી વધુ જોખમી નથી, પરંતુ ખરાબ આરોગ્ય માટે કારણભૂત માનવામાં આવે છે. તેનું પ્રમાણ મહિલાઓમાં વધારે રહે છે. આ બીમારી વધતી ઉંમર સાથે જતી રહી છે, કારણ કે મહિલાઓ પુરુષો કરતા વધુ સમય સુધી જીવીત રહે છે, તેથી તેમને જીવનભર બીમારી અને વિકંલાગતાનો વધારે અનુભવ કરે છે.

અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીની ઈન્સ્ટટયૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવોલ્યુશન (આઈએચએમઈ)માં લુઈસા સોરિયાએ પોતાના સંશોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓ અને પુરુષો અનેક બાબતોમાં એકબીજાથી અલગ અલગ છે. દુનિયામાં પણ અલગ અલગ ક્ષેત્રમાં તેમની બીમારી પણ અલગ અલગ હોય છે.

અહીં એ જણાવવાનું કે ભારતમાં કોરોના મહામારીને કારણે લગભગ 47 લાખ લોકોનાં મોત થયા હોવાનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (હૂ)એ દાવો કર્યો હતો, જે ભારત સરકારના આંકડા કરતા કરતા 10 ગણા વધારે આંકડો છે. એનાથી અલગ વાત એ છે કે કરોડો લોકોએ સારવાર લીધી, આઈસોલેશનમાં રાખવામાં આવ્યા તેમ જ રસી આપવામાં આવી હતી. હવે રસીની સાઈડ ઈફેક્ટનો મુદ્દો પણ વિવાદમાં આવી રહ્યો છે. આમ છતાં કોરોના મહામારીએ હ્યુમન સિસ્ટમ પર સૌથી વધુ અસર કરી હોવાની વાતને નકારી શકાય નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!