July 1, 2025
રમત ગમત

IPL RCB VS CSK: ચેન્નઈ સામે બેંગલુરુની શાનદાર જીત, પ્લેઓફમાં એન્ટ્રી

Spread the love

બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં અત્યાર સુધીની રમાયેલી મેચમાં હૈદરાબાદની ધમાકેદાર ઈનિંગને બાદ કરતા આજની ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રહી. આઈપીએલની 68મી મેચમાં ટોસ જીતીને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પહેલી બોલિંગ લીધી હતી. બેંગલુરુની ટીમૈ 20 ઓવરમાં શાનદાર 218 રનનો સ્કોર કર્યો હતો, પરંતુ ચેન્નઈ 20 ઓવરમાં સાત વિકેટે 191 રન કરતા 27 રનથી બેંગલુરુ જીત્યું હતું.

બેંગલુરુની ટીમવતીથી કેપ્ટન ફાફ ડુપ્લેસિસ (54), વિરાટ કોહલી (47), રજત પાટીદારે (41) શાનદાર બેટિંગ કરી હતી. એના સિવાય કેમરુન ગ્રીન અને મેક્સવેલે મહત્ત્વની રન જોડી શક્યા હતા. 20 ઓવરમાં બેંગલુરુની ટીમે 218 રન બનાવ્યા હતા, જેમાં વરસાદના વિઘ્ન વચ્ચે બેંગલુરુએ મહત્ત્વનો પડકારજનક આપ્યો હતો. 219 રનનો સ્કોર અચીવ કરવા આવેલી ચેન્નઈ સુપરકિંગ્સે શરુઆત સારી કરી હતી.

બેંગલુરુ સામે ચેન્નઈના સુકાની ઋતુરાજ ગાયકવાડ નિષ્ફળ રહ્યો હતો, જેમાં ઝીરોમાં ગ્લેન મેક્સવેલે વિકેટ લીધી હતી. પહેલી જ ઓવરમાં પહેલી વિકેટ ગાયકવાડની પડતા સોંપો પડી ગયો હતો. ચેન્નઈની ટીમમાં સેન્ટનર, શિવમ દુબે અને શાર્દુલ ઠાકુર નિષ્ફળ રહ્યા હતા. એની સામે રચિન રવિન્દ્ર (61), રવિન્દ્ર જાડેજા (41), અંજિક્ય રહાણે (33) મહત્ત્વની ઈનિંગ રમ્યા હતા.
ચેન્નઈ વતીથી સૌથી પહેલા રચિન રવિન્દ્ર આ સિઝનની પહેલી વખત અડધી સદી મારી હતી, તેમાંય વળી લોકી ફરગ્યુસનની ફ્રી હીટમાં સિક્સ મારીને અડધી સદી મારી હતી. રચિન રવિન્દ્રએ 31 બોલમાં હાફ સેન્ચુરી મારી હતી. છઠ્ઠી વિકેટ પડયા પછી મહેન્દ્ર સિંહ ધોની રમતમાં આવ્યો હતો, જેમાં છેલ્લી ઓવરમાં 34 રન કરવાના હતા, પણ વિકેટ ગુમાવતા સાતમી વિકેટ ધોનીની પડ્યા પછી આગળ સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યુ હતું. ચેન્નઈ સામે જીત સાથે બેંગલુરુએ પ્લેઓફ રમવાની ટિકિટ મેળવી લીધી છે. છેલ્લી ઓવર યશ દયાલની હતી, પરંતુ બે વિકેટ લેનાર યશ દયાલે ધોનીને આઉટ કરીને બાજી આખી ફેરવી દીધી હતી.
આ વખતની આઈપીએલમાં સતત હારનારી બેંગલુરુની ટીમે હિંમત હાર્યા વિના સતત છ મેચ જીતીને આઈપીએલની પ્લેઓફમાં એન્ટ્રી મેળવી છે. 14 મેચમાંથી સાત જીત અને સાત હાર સાથે પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!