July 1, 2025
ટોપ ન્યુઝબિઝનેસમની મેનેજમેન્ટ

RBI Policy: નવમી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં, ચેક ઝડપથી થશે ક્લિયર

Spread the love

મુંબઈઃ મોંઘાવારી અને બેકારીના દરમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જ્યારે કુદરતી આફતોના ભરમાર વચ્ચે કેન્દ્ર સરકારની સામે અનેક પડકારો છે. એની વચ્ચે તાજેતરમાં આરબીઆઈ દ્વારા મોનિટરી પોલિસીમાં મોટી કોઈ જાહેરાત નહીં કરીને પણ બેંકના ગ્રાહકોની મોટી રાહત આપી છે. આરબીઆઈએ ફરી એક વાર વ્યાજદરમાં કોઈ વધારો કર્યો નથી.
ભારતમાં વધતા ફુગાવાની સાથે મોંઘવારીને જોતા ફરી એક વાર કેન્દ્રીય બેંક દ્વારા તેની મોનિટરી પોલિસીની સમીક્ષા કરતા રેપો રેટને પહેલાના દરે યથાવત રાખ્યા છે. રેપો રેટ 6.5 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસે આરબીઆઈની પોલિસી જાહેર કરતા કહ્યુ હતું કે હવે ચેક ક્લિયર કરવા માટે બે દિવસ નહીં, પરંતુ થોડા કલાકો લાગશે. બિઝનેસ ક્લાસને રાહત આપતા કહ્યું હતું કે હવે ચેક ક્લિયરન્સના દિવસો નહીં લાગે, પરંતુ કલાકોમાં ક્લિયર કરવાના રહેશે. આ રાહતના સમાચાર બિઝનેસ ક્લાસ, બેંકો, સંસ્થા-કોલેજ સહિત નાણાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા તમામ લોકોને લાગુ પડશે.
સેન્ટ્રલ બેંકે મોનિટરી પોલિસીની બેઠકમાં રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. છેલ્લે રેપો રેટમાં ફેબ્રુઆરી 2023માં ફેરફાર કરાયા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા પચીસ વર્ષમાં સેન્ટ્રલ બેંકે બીજી વખત આટલા લાંબા સમય સુધી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા નથી.


ત્રણ દિવસ સુધી ચાલેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસીમાં છ સભ્યોની સમિતિમાં 4-2ની બહુમતી સાથે રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે હાલના વર્તમાન હાલતોને જોતા પોલિસી સંબંધિત નિર્ણયો પણ નરમ રાખવામાં આવશે, એમ આરબીઆઈના અધિકારીએ જણાવ્યું હતું.
આરબીઆઈજના વ્યાજદર યથાવત રાખવામાં આવતા હોમલોન ધારકોના ઈએમઆઈમાં કોઈ વધારો થશે નહીં. હોમલોન ધારકોના વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરતા ગ્રાહકોને હાશકારો થયો છે. જોકે, બીજી બાજુ હોમલોન ધારકો માટે સૌથી રાહતની વાત એ છે કે વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ ઘટાડો પણ કરવામાં આવ્યો નથી.
અહીં એ જણાવવાનું કે આરબીઆઈ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો તેનાથી જે લોકો લાંબા સમયગાળાથી લોન સસ્તી થવાની રાહ જોઈ રહ્યા હતા કે ઈએમઆઈનો બોજ હળવ થવાની અપેક્ષા રાખી રહ્યા હતા તેમને નિરાશા મળી છે. આ અગાઉ આરબીઆઈએ ગયા વર્ષે ફેબ્રુઆરી મહિના દરમિયાન રેપો રેટમાં સુધારો કર્યો હતો. જોકે, છેલ્લા દોઢ વર્ષથી વ્યાજદર સંબંધિત કોઈ ફેરફાર કર્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!