આરબીઆઈએ આ બેંકને સૌથી મોટી પેનલ્ટી ફટકારી, તમારું ખાતું તો નથી ને બેંકમાં?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ દેશની ખાનગી સેક્ટરની જાણીતી બંધન બેંકને 45 લાખની સૌથી મોટી પેનલ્ટી ફટકારી છે. બંધન બેંક પર કેન્દ્રીય બેંકે 44.7 લાખ રુપિયાની પેનલ્ટી લગાવી છે, કારણ કે બેંકે અમુક નિયમો અને કાયદાનું પાલન કર્યું નથી. આરબીઆઈએ જણાવ્યું હતું કે 31 માર્ય, 2024 સુધી બેંક ફાઈનાન્શિયલ સ્થિતિની તપાસ માટે સ્ટેચ્યુટરી ઈન્સ્પેક્શન કર્યું હતું, જેમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું જાણવા મળ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું છે કે આરબીઆઈના નિયમોનું બેંક પાલન કર્યું નથી, ત્યાર પછી બેંકને એક નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં સવાલ કરવામાં આવ્યો હતો કે નિયમો તોડવાને કારણે શા માટે દંડ વસૂલવામાં આવે નહીં, બેંકના અમુક કર્મચારીઓને કમિશન પેટે પેમેન્ટ કરવામાં આવ્યુ હતું. બેંક આરબીઆઈના અનેક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેને કારણે બેંક ખાનગી સેક્ટરની અગ્રણી બેંક પર પેનલ્ટી લગાવી હતી.
આરબીઆઈએ તપાસમાં બંધન બેંકે પોતાના અમુક ખાતાના ડેટા સાથે પણ છેડછાડ યા ગેરરીતિ કરી સંબંધમાં બેંક એન્ડથી સિસ્ટમમાં ઓડિટ ટ્રેલ્સ-લોન્ગસને યોગ્ય રીતે રેકોર્ડ કર્યું નથી, જેમાં યૂઝર ડિટેલ્સ કેપ્ચર કરવાની હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ સ્પષ્ટતા કરી છે કે બંધન બેંક પર દંડ લગાવવા માટે ફક્તને ફક્ત બેંક તરફથી લગાવવામાં આવેલા કાયદાકીય નિયમોનું પાલન નહીં કરવા બદલ લગાવ્યો છે. એનાથી બેંક ગ્રાહકોને કોઈ લેવાદેવા નથી. એવું પણ નથી કે ગ્રાહકોની સાથે કરવામાં આવેલા કોઈ ટ્રાન્ઝેક્શન અથવા એગ્રીમેન્ટ પર સવાલ ઊઠાવવામાં આવી રહ્યા છે.
આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી સખત કાર્યવાહી બેંકિંગ સેક્ટર માટે સૌથી મોટો મેસેજ માનવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય બેંક વારંવાર કોશિશ કરવામાં આવી રહી છે કે તમામ બેંક નિર્ધારિત નિયમોનું પાલન કરે અને ગાઈડલાઈન્સનું પાલન કરે, જેથી ટ્રાન્સપરન્સી જળવાય રહે તેમ જ ગ્રાહકોનો વિશ્વાસ જળવાય રહે.
