July 1, 2025
બિઝનેસમની મેનેજમેન્ટ

UPI Lite User’s માટે RBI Governor Shakitkant Dasએ કરી મહત્વની જાહેરાત…

Spread the love

મુંબઈ/નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીની ડિજીટલ ઈન્ડિયા પહેલ બાદ ભારતમાં યુપીઆઈ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન (UPI Transaction)માં સતત વૃદ્ધિ જોવા મળી રહ્યો છે. આ પહેલાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India)એ સપ્ટેમ્બર, 2022માં નાના ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈ લાઈટ (UPI Lite)લોન્ચ કર્યું હતું.

upi policy

પૈસાની લેવડ-દેવડની પ્રક્રિયાને વધારે સરળ બનાવવા માટે યુપીઆઈ લોન્ચ કરવામાં આવ્યું હતું અને અનેક પ્લેટફોર્મ પર તેની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. આની મદદથી, તમે ખૂબ જ સરળતાથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરી શકો છો, જેના માટે પિન અને અન્ય વિગત ભરવાની જરૂર રહેશે નહીં.

વર્તમાન સમયમાં યુપીઆઈ લાઇટ એપના વોલેટમાં યુઝર્સ વધુમાં વધુ રૂ. 2,000નું બેલેન્સ રાખી શકે છે અને એક જ વખતમાં વધુમાં વધુ 500 રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.
હવે આરબીઆઈએ UPI Lite યુઝર્સને મોટી રાહત આપતું પગલું લીધું છે અને આ નવા ફેરફાર અનુસાર હવે યુઝર્સને તેમના વોલેટમાં વારંવાર પૈસા એડ કરવાની પળોજણમાંથી મુક્તિ મળવા જઈ રહી છે. આજે યોજાયેલી મોનેટરી રિવ્યુ કમિટીની બેઠક બાદ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકિત દાસ દ્વારા આ બાબતે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, હવે યુપીઆઈ લાઈટ વોલેટમાં Auto Replenishની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે.
યુપીઆઈ લાઈટને પ્રમોટ કરવા માટે આરબીઆઈએ એમાં ઘણા ફેરફારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈ દ્વારા વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, તેને ઈ-મેન્ડેટ હેઠળ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે ગ્રાહકો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવશે.
જો કોઈ વ્યક્તિનું બેલેન્સ નિર્ધારિત મર્યાદા કરતા ઓછું હશે તો પૈસા પોતાની જાતે જ યુપીઆઈ લાઈટ વૉલેટમાં પાછા આવી જશે. અને કારણે નાની અમાઉન્ટનું ડિજિટલ પેમેન્ટ કરવાનું સરળ બનશે.
આ અંગે આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસે જણાવ્યું હતું કે, યુપીઆઈ લાઇટને પ્રોત્સાહન આપવા માટે આ સુવિધાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. UPI લાઇટના મોટા પાયે ઉપયોગને જોતા હવે તેને ઇ-મેન્ડેટ ફ્રેમવર્ક હેઠળ લાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!