CSK Vs RR: આ રીતે આઉટ થનાર ત્રીજો ખેલાડી બન્યો Ravindra Jadeja…
ચેન્નઈ: IPL 2024ની આ સિઝન રેકોર્ડના મામલામાં જેટલી ખાસ રહી છે એટલી જ અમ્પાયરિંગના મામલે પણ ચર્ચામાં રહી ચૂકી છે. આજે પણ ચેન્નઈમાં આવેલા ચેમ્પોક સ્ટેડિયમમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું. CSKના ઓલરાઉન્ડર ખેલાડી Ravindra Jadejaને RR સામે થર્ડ અમ્પાયર દ્વારા ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ (ફિલ્ડિંગમાં અવરોધરૂપ બનવા બદલ) આઉટ આપવામાં આવ્યો હતો. Ravindra Jadejaએ આ મેચમાં 6 બોલમાં 4 રન બનાવ્યા હતા.
142 રનના ટાર્ગેટને ચેઝ કરવા મેદાન પર ઉતરેલા બાપુએ 6 બોલમાં 4 રન બનાવ્યા હતા. Ravindra Jadeja અવેશ ખાનનો બોલ પર થર્ડ મેન તરફનો શોટ માર્યો હતો. આ દરમિયાન બાપુએ બીજો રન લેવાનો પ્રયાસ કર્યો હતો અને એ સમયે સામે છેડેથી રુતુરાજ ગાયકવાડે રન લેવાની ના પાડી દીધી હતી જેને કારણે જાડેજા અડધી પીચ પરથી પાછો ફર્યો હતો. આ જોઈને RRના વિકેટકિપર સંજુ સેમસન જાડેજાને આઉટ કરવા માટે થ્રો કર્યો હતો. જોકે, જાડેજા આ થ્રોની બરાબર વચ્ચે આવી ગયો હતો, જેને કારણે બોલ તેને વાગ્યો હતો. આ જોઈને સેમસને ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ માટે અપીલ કરી હતી.
આ અપીલને પગલે ફીલ્ડ અમ્પાયરોએ ટીવી અમ્પાયરનો સંપર્ક કર્યો હતો, જેમાં ટીવી અમ્પાયર અનિલ ચૌધરીને લાગ્યું કે જાડેજાએ ક્રિઝ સુધી પહોંચવાનો પ્રયાસ કરતાં કરતાં જ થ્રોની લાઇનમાં આવતા પહેલા બોલને સ્પષ્ટ રીતે જોયો હતો. જોગાનુજોગ જાડેજા પણ બેટિંગ સ્ટ્રીપની વચ્ચે દોડી રહ્યો હતો. આ કારણે અમ્પાયરે જાડેજાને આઉટ આપ્યો હતો કારણ કે જાડેજાને બોલના ટ્રાયજેફ્ટ્રી વિશેની માહિતી હતી. આઉટ થયા બાદ બાપુ ખૂબ જ ગુસ્સામાં પેવેલિયન ભેગા થતા જોવા મળ્યા હતા.
જોકે, આઈપીએલમાં ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ થનાર જાડેજા પહેલો ખિલાડી નથી. તેની પહેલાં પણ આ રીતે બે ખેલાડીને આઉટ આપવામાં આવ્યો છે. આમ જાડેજા આ રીતે આઉટ થનાર ત્રીજો ત્રીજો ખેલાડી બની ગયો હતો.
Jaldi wahan se hatna tha 🫨#TATAIPL #CSKvRR #IPLonJioCinema pic.twitter.com/Op4HOISTdV
— JioCinema (@JioCinema) May 12, 2024
આ પહેલાં આઈપીએલમાં ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ થનાર બે ખેલાડીઓમાં યુસુફ પઠાણ અને અમિત મિશ્રાનો સમાવેશ થાય છે. યુસુફ પઠાણ કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમમાં રમતો હતો એ સમયે 2013માં પુણે વોરિયર્સ સામે આ રીતે આઉટ થયો હતો. જ્યારે અમિત મિશ્રા 2019માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતી વખતે આ રીતે આઉટ થયો હતો. હવે 2024માં CSK તરફથી રમતી વખતે બાપુ આ રીતે આઉટ થનાર ત્રીજા ખેલાડી બની ગયા છે.