Fake Video: રવીના ટંડને એ શખસને 100 કરોડની માનહાનિની ફટકારી નોટિસ
મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી રવીના ટંડને ત્રણ મહિલા અને એક વૃદ્ધ પર હુમલો કર્યાનો દાવો કર્યો હતો, જેમાં અભિનેત્રીએ મારપીટ કર્યાના આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કિસ્સામાં હવે રવીના ટંડને મોહસીન શેખને 100 કરોડ રુપિયાની માનહાનિ કેસમાં નોટિસ મોકલી છે.
રવીના ટંડને ત્રણ મહિલા અને એક વૃદ્ધ પર હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તથા રવીના અને તેના ડ્રાઈવરે વૃદ્ધ અને મહિલા પર હુમલો કર્યો હોવાનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો. આ કિસ્સામાં રવીના ટંડને માનહાનિની નોટિસ મોકલી છે. મોહસીન નામના શખસે રવીના ટંડન અને ડ્રાઈવર હોવાનો દાવો કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો.
આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા પછી સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો.
આ કેસમાં રવીનાએ તેના વકીલ મારફત તેના અંગે અપમાનજનક માહિતી ફેલવવા માટે કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે. આ નોટિસમાં 100 કરોડ રુપિયાની ચૂકવણી કરવાની માગ કરી છે. શેખ દ્વારા વીડિયોમાં દાવો કર્યો છે કે આ બનાવ વખતે રવીના નશામાં હતી.
આ અંગે રવીનાના વકીલ સના રઈસ ખાને મીડિયાને જણાવ્યું હતું કે તાજેતરમાં રવીના ટંડનની એક બનાવટી અને વાહિયાત ફરિયાદમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, એના અંગે કોઈ ફરિયાદ પણ નોંધવામાં આવી નહોતી. એ શખસ દ્વારા રવીનાની છબિ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબત સસ્તામાં પબ્લિસિટી મેળવવાનું પ્રતીત થાય છે.
હાલના તબક્કે અમે આ બાબતમાં જરુરી કાયદાકીય પગલા ભરી રહ્યા છે, જેમાં અમને ન્યાય મળવાની અપેક્ષા રાખી રહ્યા છે તથા અપમાનજનક હરકત કરનારા સામે કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે, એમ વકીલે જણાવ્યું હતું. અહીં એ જણાવવાનું કે રવીના ટંડનનો વીડિયો વાઈરલ થયા પછી બીજી બાજુ અભિનેત્રીની ટીમ દ્વારા તે વિદેશમાં હોવાના પુરાવા પણ સોશિયલ મીડયા પર વાઈરલ થયા હતા.