શા માટે રત્ના પાઠકનું માથું શરમથી ઝૂકી જતું?
બોલીવુડના જાણીતા પરિવારમાં કપૂર, બચ્ચન, શ્રોફ પરિવારની ગણતરી કરવામાં આવે છે પણ એની સાથે ભટ્ટ, શાહ પરિવારની પણ અચૂક નોંધ લેવાય છે. ભટ્ટ-શાહ પરિવાર સાથે પાઠક પરિવારની વાત કરીએ તો બોલીવુડમાં જાણીતી પાઠક સિસ્ટરના નામથી કોઈ અજાણ્યું નથી. રત્ના પાઠક અને સુપ્રિયા પાઠક જાણીતી અભિનેત્રી છે. તાજેતરમાં રત્ના પાઠકે પોતાની બહેન સાથેના સંબંધો અગે દિલ ખોલીને વાત કરી હતી.
એક ઈન્ટરવ્યૂમાં સુપ્રિયાએ કહ્યું કે હું હંમેશાં સુપ્રિયાને પરેશાન કરવાની તક છોડતી નહીં. રત્ના પાઠક કરતા સુપ્રિયા ચાર વર્ષ નાની છે અને તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં બંનેના સંબંધો અંગે જૂની વાતોને વાગોળતા રત્ના પાઠકે કહ્યું હતું કે તે હંમેશાં ઈમોશનલી બુલી હતી પણ હવે એ બધી વાતો જાણી-સમજીને થોડી શરમ આવે. અમે બંને એકબીજાથી સાવ અલગ હતા. બાળપણમાં સુપ્રિયા અને હું બહુ લડાઈ કરતા હતા. હું એક સારી બહેન નહોતી.
રત્ના પાઠકે આ વાતને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે બાળપણથી હું બહુ બદમાશ હતી, પરંતુ મારી બધી બદમાશી મેં બંધ કરી નાખી હતી. હું ઈમોનશલ બુલી હતી, જે સારી વાત નથી. છતાં એક જમાનામાં હું મારી બહેનને ઈમોશનલી બ્લેકમેઈલ કરતી. અને સુપ્રિયા એને માની લેતી પણ એ દિવસોમાં હું ખરાબ હતી એ વાતને માનું છું, એવું રત્ના પાઠકે જણાવ્યુ હતું.
આગળ વાત વધારતા કહ્યું કે મારા-મારી કરવાનું ઠીક છે, પરંતુ ઈમોનશલ બુલી કરવાનું ખતરનાક છે. મેં જે કર્યું એના માટે મારું માથું શરમથી ઝુકી જતું. જોકે, મેં એના અંગે સુપ્રિયાની માફી માગી અને મને માફ કરી હોવાની અપેક્ષા પણ છે.
રત્ના પાઠકે પોતાની અને સુપ્રિયા પાઠકની એક્ટિંગ કારકિર્દી અંગે જણાવ્યું કે પોતાની જાતને સુંદર માનતી નહોતી. જ્યારે બંનેએ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે બંનેની એકબીજા સાથે સરખામણી કરવામાં આવતી હતી. રત્ના પાઠકે કહ્યું મને મારા દાંતને કારણે પરેશાની થતી. મારા હોઠ પાતળા અને આંખો મોટી નહોતી. એની સામે સુપ્રિયા તો એકદમ ગુડ લુકિંગ, સુંદર આંખો, પરંતુ આ બધી વાતોના મને કોઈ ફરક પડ્યો નહોતો, કારણ કે મેં મારી જાત પર ફોકસ કર્યું હતું.
રત્ના પાઠકની બીજી ઓળખ આપીએ તો જાણીતા અભિનેતા નસિરુદ્દીન શાહ સાથે લગ્ન કર્યા છે, જ્યારે એની પણ એક મોટી કહાની છે. બાકી વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રત્ના પાઠકે છેલ્લે 2023માં ટ્રિપ ડ્રામા ધક ધકમાં જોવા મળ્યા હતા, જ્યારે સુપ્રિયા પાઠકે સત્યપ્રેમ કી કથામાં કામ કર્યું હતું. સત્યપ્રેમ કી કથામાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.