July 1, 2025
બિઝનેસમની મેનેજમેન્ટ

શેર યા સવાશેરઃ સ્ટોકમાર્કેટમાં તેજી હો યા મંદી, આ સ્ટોકની છે બોલબાલા

Spread the love

મુંબઈઃ વૈશ્વિક પરિબળોથી વિપરિત ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. માર્કેટના હેવીવેઈટ ઈન્ડેક્સ પણ નાના-મોટા ઘટાડા પછી પણ ઊંચી સપાટીએ સ્થિર રહે છે, જ્યારે અમુક શેરમાં નિરંતર લેવાલીનું પ્રમાણ વધ્યું હોવાથી માર્કેટમાં હાલ તેજી ટકી છે. એવા શેરની વાત કરીએ જે માર્કેટમાં વધ-ઘટ વચ્ચે પણ ચાલ્યા છે, કારણ સ્ટ્રોંગ ફંડામેન્ટલ કે બીજું કાંઈ એની વિગતો જાણીએ.
શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી સારી તેજી જોવા મળી રહી છે, જેમાં આલોક ઈન્ડસ્ટ્રી અને રતન ઈન્ડિયા પાવર શેરની બોલબાલા છે. સ્મોલ વન્ડર તરીકે માર્કેટમાં જાણીતા આ બંને શેરના ભાવ પણ સામાન્ય છે, પરંતુ ઉછાળા ઐતિહાસિક નોંધાયા છે. કહેવાય ે કે આલોક ઈન્ડસ્ટ્રીઝમાં અગાઉ 16 ટકાનો સુધારો જોવા મળ્યો હતો, જે લખાય છે ત્યારે ભાવ 29 રુપિયાની સપાટી પાર કરી હતી. ટેક્સટાઈલ બેઝ કંપનીનો ભાવ ગુરુવારે 3.77 ટકા વધ્યો હતો. એક વર્ષની નીચી સપાટીનો ભાવ 16 રુપિયા છે, જ્યારે ઊંચી સપાટી 39 રુપિયાની છે, જ્યારે કંપનીની માર્કેટ કેપ 13,957 કરોડ છે.
આમ છતાં આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે શેરે 71 ટકા રિર્ટન આપ્યું છે, જ્યારે મહિનામાં બે ટકા રિટર્ન મળ્યું છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 35 ટકાથી વધુ તેજી જોવા મળી છે. આલોક ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં મહિનામાં 13 ટકા તથા 2020થી લઈને અત્યાર સુધીમાં 81 ટકાનો ગ્રોથ નોંધાયો છે. આલોક ઈન્ડસ્ટ્રીઝમાં રિલાયન્સની મોટી ભાગીદારી છે, તેથી હિલચાલ વધારે જોવા મળે છે. કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 78 ટકા છે, જ્યારે રિટેલ પછી 22 ટકા ભાગીદારી તથા વિદેશી રોકાણકારોની બે ટકા ભાગીદારી છે. રિલાયન્સની 40 ટકાથી વધુ તથા જેએમ ફાઈનાન્શિયલની 34 ટકાથી વધુ ભાગીદારી છે. આ બંને કંપનીઓ જોઈન્ટ વેન્ચરમાં આલોક ઈન્ડસ્ટ્રીઝમાં માલિકી રાખી છે.
બીજા શેરની વાત કરીએ તો રતન ઈન્ડિયા પાવર શેરમાં તેજી છે. પાંચ રુપિયાનો શેરનો ભાવ 17 રુપિયાએ પહોંચ્યો છે. ચોથી જૂનના શેરનો ભાવ વધીને 21.13 રુપિયાની બાવન અઠવાડિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે તળિયામાં 4.67 રુપિયાનો ભાવ પણ રહ્યો છે. કંપનીના શેરના ભાવે છ મહિનામાં 65 ટકા તથા એક વર્ષમાં સરેરાશ જોવામાં આવે તો શેરના ભાવમાં 240 ટકાનો ઉછાળો રહ્યો છે. વર્ષ પહેલા શેરનો ભાવ પાંચ રુપિયાની સપાટીએ હતો. પાવર સેક્ટરની કંપની ભારતની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની છે. અમરાવતી અને નાશિકમાં થર્મલ પાવર પ્લાન્ટ છે, જ્યારે આ કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 44 ટકા તથા પબ્લિક શેરહોલ્ડિંગ 55.94 ટકા છે. પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનો 4.38 ટકા તથા આરઈસીનો 1.72 ટકા હિસ્સો છે.

(શેરબજારમાં સમજી-વિચારીને રોકાણ કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી)

0-0-0-0-0-0-0-0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!