રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડાની વેડિંગ ડેટ જાહેર, જાણો ક્યારે યોજાશે શાહી લગ્ન?
સાઉથની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ બોલીવુડમાં પગદંડો જમાવી દીધો છે. ગયા વર્ષે સાઉથના અભિનેતા વિજય સાથે સગાઈ કરીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી, પરંતુ આ વર્ષે લગ્ન કરીને ફરી ચર્ચામાં આવી છે. આ પાવર કપલ હવે આ તારીખના લગ્નના બંધનમાં બંધાઈ જશે તો જાણીએ ચર્ચામાં રહેલી તારીખ.
ગયા વર્ષે ઓક્ટોબરમાં અચાનક વિજય દેવરાકોંડા સાથે સગાઈ કરીને સૌને ઝટકો આપ્યો હતો. અંગત લોકોની હાજરીમાં સગાઈ કર્યા પછી હવે આ વર્ષે બંને એકબીજાના થઈ જશે અને તારીખની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. સ્ટાર કપલ ફેબ્રુઆરી, 2026માં લગ્ન કરી લેશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે લગ્નને પણ સગાઈના માફક સાદગીપૂર્વક કરશે.
રાજસ્થાનના ઉદયપુર ખાતે 26 ફેબ્રુઆરી, 2026ના લગ્ન કરવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજરી આપશે. મોટી લાઈમલાઈટથી દૂર રહીને ગ્રાન્ડ રિસેપ્શનને બદલે એક ઈન્ટિમેટ સેરેમનીની યોજના બનાવી છે. રાજસ્થાન પછી હૈદરાબાદ અથવા અન્ય કોઈ શહેરમાં ઈવેન્ટ્સ યોજવામાં આવશે કે નહીં એ અંગે સ્પષ્ટતા કરી નથી.
ત્રીજી ઓક્ટોબર, 2025ના દશેરા પછી રશ્મિકા અને વિજયએ હૈદરાબાદમાં સગાઈ કરી હતી. સગાઈની ઈવેન્ટમાં બંને પરિવાર સાથે ખાસ મિત્રોએ હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર સગાઈની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા હતા, જ્યારે સગાઈ પછી બંનેએ સગાઈની રિંગ પહેરેલા પણ અનેક જગ્યાએ જોવા મળ્યા હતા, જેનાથી ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
ગીતા ગોવિંદમ ફિલ્મથી લવસ્ટોરીની શરુઆત થઈ હતી. રશ્મિકા અને વિજયની કેમેસ્ટ્રી પહેલી વખત ગીતા ગોવિંદમમં જોવા મળી હતી. એના પછી 2019માં ડિયર કોમરેડમાં એન સ્ક્રીન પર લોકોએ વિશેષ પસંદ કર્યા હતા. ફિલ્મોની સાથે સાથે બંનેએ અનેક ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સમાં પણ જોવા મળ્યા હતા, જેમાં ન્યૂ યોર્કની ઈન્ડિયા ડે પરેડ અને ભારત બિયોન્ડ બોર્ડર્સ ઈવેન્ટ્સમાં સામેલ થયા હતા.
