આજે રક્ષાબંધનના દિવસે સર્જાશે ગજબ સંયોગ, ભાગ્યે જ જોવા મળતો બ્લુ મૂન દેખાશે!
ખગોળ શાસ્ત્રમાં રસ ધરાવનારા માટે આજનો દિવસ મહત્વનો છે. ભાઈ બહેનના પવિત્ર તહેવારનાં દિવસ દરમ્યાન બહેન ભાઈને રાખડી બાંધશે પણ સવારથી બપોરના સમયે રાખડી બાંધવાનું શુભ મૂહુર્ત નથી પણ બપોર પછી રાખડી બાંધી શક્શો. એના સિવાય આજે બીજો એક સંયોગ મહત્વનો છે, જે અવકાશમાં બ્લુ મૂન જોઈ શક્શો. આ સંયોગ પણ જવલ્લે જોવા માળે છે, પણ મૂળ ચંદ્રમાની આભા સુંદર અવકાશી રંગમાં જોવા મળશે.
પૃથ્વીથી નજીક આવતા વધુ તેજસ્વી
ચંદ્રના તેજસ્વી કે બ્લુ દેખવવા માટે પણ અનેક માન્યતા પ્રવર્તે છે. જેમ કે પૃથ્વીથી નજીક આવતા ચંદ્ર વધુ તેજસ્વી અને બ્લુ પણ દેખાય છે. ચંદ્રના પૃથ્વી આસપાસ ફરવાની એટલે 12 પરિક્રમાની 12 પૂનમ પણ આવે છે. જોકે ચંદામામાં પૃથ્વીથી નજીક આવ્યા પછી વધારે ભૂરા રંગનો જોવા મળે છે તેમ જ વધારે મોટો પણ લાગે છે.
ચંદ્રનું 29.5 દિવસનું એક ચક્ર
ચંદ્રમાને એક ચક્કર લગાવવામાં અંદાજે 29-30 દિવસ લાગે છે. એટલે 12 ચક્કર લગાવવામાં 365 દિવસનો સમય લાગે છે. આગામી વર્ષે પણ બ્લુ મૂન 31 મેના જોવા મળશે. આજે રાતના પણ બ્લુ મૂન તમને વધુ તેજસ્વી જોવા મળશે. વાદળછાયું વાતાવરણ ના રહ્યું તો તમને આકાશમાં ભુરા રંગમાં મૂન જોવા મળી શકશે.
બ્લુ મૂન અઢી વર્ષે જોવા મળે
બ્લુ મૂન મોટા ભાગે અઢી વર્ષે જોવા મળે છે. આ અગાઉ ગયા વર્ષે 30 ઑગસ્ટ 2023નાં જોવા મળ્યો હતો, એમ નાસાએ જણાવ્યું હતું. બ્લુ મૂન માટે એવી પણ માન્યતા પ્રવર્તે છે કે મોટા ભાગે બ્લુ મૂન તો જ્વાળામુખી ફાટે તો તેની અસર ચંદ્ર પર જોવા મળે છે તેમ જ તેના રંગ અને આકારમાં પણ વધઘટ જોવા માળે છે.