December 20, 2025
ટેલીચક્કર

Sunday Special: દુનિયાનો લોકપ્રિય ટીવી શો ભારતનો છે, જાણો ક્યો છે?

Spread the love

25 દિવસમાં 8,50,00,00,000 વ્યૂઝ મળ્યા હતા, ‘ગિનિસ’ બુકમાં નામ હતું!

ભારતમાં ટેલિવિઝન અને બોલીવુડની દુનિયાનો ઈતિહાસ વર્ષોનો નહીં, પણ લગભગ સવા સદીનો છે, જેમાં ફિલ્મ પછી ટેલિવિઝનની સિરિયલનું ઉમેરણ થયું. વાત અત્યારે ચારેકોર અને ચાર-પાંચ નહીં પણ નેવુંના દાયકામાં અમેરિકા, બ્રિટન નહીં, પણ ભારતમાં રિલીઝ થયેલી હિન્દી સિરિયલ ડંકો વગાડ્યો હતો. આ સિરિયલ દુનિયાભરમાં સૌથી લોકપ્રિય નિવડેલો શો હતો અને એનું નામ પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું હતું. એવું પણ કહેવાય છે પચીસ દિવસોમાં આ શોને 850 લાખ વ્યૂઝ મળ્યા હતા અને તેની આઈએમડીબી પર તેનું રેટિંગ દસમાંથી નવ છે. હજુ પણ તમારા દિમાગમાં જો એ સિરિયલની હિન્ટ મળી ના હોય વિગતે વાત કરીએ.

1970 અને 1980ના દાયકામાં ભારતમાં નવું નવું ટીવી આવ્યુ હતું અને ટેલિવિઝનના શો પણ ઘર-પરિવારને બધાને જાણે એકસાથે લાવતા, જ્યારે ટેલિકાસ્ટ થતા તો સૂચક સમયે લોકોની જાહેર જગ્યાઓ પર પણ સંખ્યા પાંખી જોવા મળતી. લોકો પોતાનું મૂળ કામ ભૂલી જતા કે એના પછીના સમય યા બીજા દિવસે કરતા, પણ એ એપિસોડને કોઈ જોવાનું ચૂકતા નહીં. યસ, એ ઐતિહાસિક સિરિયલ હતી રામાયણ. રામાનંદ સાગરની 78 એપિસોડની સિરિયલ રામાયણને રામચરિતમાનસના આધારે બનાવી હતી. રામાયણનો મૂળ આધાર વાલ્મિકી રામાયણ અને તુલસીદાસના રામચરિતમાનસના આધારિત હતી. એનું પ્રસારણ 25 જાન્યુઆરી 1987ના બતાવવાનું દર રવિવારે શરુ થયું હતું. સવારના સાડાનવ વાગ્યે સિરિયલનો સૌને ઈંતજારી રહેતી હતી. ગામ, શહેરની શેરીઓમાં પણ સન્નાટો છવાઈ જતો.

રામાનંદ સાગરે આ સિરિયલ બનાવવા માટે બહુ મહેનત કરી હતી અને 14 અલગ અલગ રામાયણનો અભ્યાસ કરીને તેનું નિર્માણ કર્યું હતું. રામાયણના દરેક પાત્રે સિરિયલમાં પોતાનો જીવ રેડી દીધો હતો એટલે સુધી કે દર્શકો પણ સિરિયલના તમામ પાત્રને ભગવાન માનતા હતા. રામાયણમાં ભગવાન રામની પૂરી જીવનકથાને વણી લીધી હતી. જન્મથી લઈને વનવાસ, સીતાનું અપરહણ, રાવણવધ અને એના પછી રામ-રાવણનું યુદ્ધ અને અયોધ્યામાં વાપસી. સિરિયલના પાત્રોમાં રામ, લક્ષ્મણ, સીતા, ભરત, રાજા દશરથ, રાવણ, વિભિષણ, હનુમાન અને સિરિયલના દરેક પાત્રે લોકોના દિલમાં અલગ સ્થાન બનાવ્યું હતું.

રામ ભગવાનનું પાત્ર અરુણ ગોવિલે નિભાવ્યું હતું અને સીતામાતાનું પાત્ર દિપિકા ચિખલિયા અને હનુમાનનો અભિનય દારા સિંહે નિભાવ્યો હતો. રાવણનો અભિનય અરવિંદ ત્રિવેદીએ નિભાવ્યો હતો અને આ કલાકારોએ એટલો શાનદાર અભિનય કર્યો હતો કે લોકો તેમને સાક્ષાત ભગવાન માનવા લાગ્યા હતા. 2020 એટલે લગભગ આ સિરિયલના બીજા 32-33 વર્ષ પછી લોકડાઉનમાં ફરી ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યું ત્યારે પણ લોકોએ તેને ફરી જોઈ હતી. 16 એપ્રિલ, 2020ના દર્શાવવામાં આવેલા એપિસોડે જ ફક્ત 7.7 કરોડ લોકોએ જોઈ હતી, જ્યારે એ વખતે પણ 20 કરોડ દર્શકો જોડાયા હતા.

મીડિયાના અહેવાલ અનુસાર આ રામાયણને કૂલ મળીને લગભગ 85 કરોડ લોકોએ જોઈ હતી. આજે પણ આઈએમડીબી પર એનું રેટિંગ 9.1 છે, જેની તેની લોકપ્રિયતાનો નિર્દેશ કરે છે. આજે ઘરમાં લોકો એકસાથે બેસીને જોઈ શકે એવો એકમાત્ર શો છે અને એનું નામ પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા વર્લ્ડ રેકોર્ડમાં નામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!