February 18, 2026
ટોપ ન્યુઝ

રાજ્યસભાની 37 બેઠક માટે ચૂંટણી જાહેર, જાણો સંપૂર્ણ શેડ્યુલ

Spread the love

10 રાજ્યોની 37 બેઠક પર 16 માર્ચે મતદાન: મહારાષ્ટ્ર અને બિહારમાં જામશે ખરાખરીનો જંગ

રાજ્યસભામાં ખાલી થનારી 10 રાજ્યની 37 બેઠક માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આ બેઠકની ચૂંટણી 16મી માર્ચના મતદાન કરવામાં આવશે, જ્યારે નામાંકન પ્રક્રિયા 26 ફેબ્રુઆરીથી શરુઆત કરવામાં આવશે.

37 બેઠક પૈકી સૌથી વધુ મહારાષ્ટ્રની હશે, જ્યારે પશ્ચિમ બંગાળ અને બિહારની બીજા ક્રમે વધુ હશે. આ ઉપરાંત, ઓડિશા, તમિલનાડુ, આસામ, છત્તીસગઢ, હરિયાણા, તેલંગણા, હિમાચલ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. રાજ્યસભામાંથી જે દિગ્ગજ નેતાનો કાર્યકાળ પૂરો થાય છે, તેમાં મહારાષ્ટ્રમાંથી શરદ પવાર, પ્રિયંકા ચતુર્વેદી, કનિમોઝી, સાકેત ગોખલે, ઉપેન્દ્ર કુશવાહા, રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર હરિવંશ નારાયણ સિંહ, રામનાથ ઠાકુર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મનુ સિંઘવીનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ સાત બેઠક ખાલી થશે, જ્યારે બિહાર અને પશ્ચિમ બંગાળની પાંચ-પાંચ બેઠકનો સમાવેશ થાય છે. ઓડિશાની ચાર, તમિલનાડુની છ, આસામની ત્રણ, છત્તીસગઢની બે, હરિયાણાની બે, તેલંગણાની બે અને હિમાચલ પ્રદેશની એક રાજ્યસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવશે.

રાજ્યસભાની 37 સીટ પર ચૂંટણી માટે ચૂંટણી પંચે શેડ્યૂલ જારી કર્યું છે, જેમાં 26 ફેબ્રુઆરીના નોટિફિકેશન જારી કરવામાં આવશે. પાંચમી માર્ચે નામાંકન ભરવામાં આવશે, જ્યારે છઠ્ઠી માર્ચના તપાસ કર્યા પછી 26મી ફેબ્રુઆરીના નોટિફિકેશન જારી કરવામાં આવશે. આ ચૂંટણી 16મી માર્ચના સવારના નવ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે, જ્યારે 16મી માર્ચના જ મતગણતરી કરવામાં આવશે. આ ચૂંટણી 20મી માર્ચ પહેલા પૂરી કરવામાં આવશે.

37 બેઠકની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો પણ આવ્યો છે, જેમાં મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનને વિધાનસભામાં પોતાની મજબૂત સ્થિતિનો ફાયદો થશે. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ડીએમકે અને ટીએમસીને ફાયદો થવાની શક્યતા છે. ભાજપને બંગાળમાં એકાદ સીટ મળવાની શક્યતા છે. બિહારમાં ગઠબંધનને કારણે ભાજપને લાભ મળી શકે છે, જ્યાં પાંચથી ચાર બેઠક એનડીએને મળી શકે છે. તેલંગણામાં કોંગ્રેસને લાભ થઈ શકે છે, જ્યારે હિમાચલમાં ટક્કર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!