હેં, આ કોમેડિયન અભિનેતાની ફિલ્મના સેટ પર લોકોએ સાચે મારપીટ કરી નાખી હતી…
બોલીવૂડમાં અભિનેતા, અભિનેત્રી સાથે ત્રીજું મહત્ત્વનું કેરેકટર વિલનનું અને ચોથું કોમેડિયનનું હોય છે. 70-80ના દાયકામાં તો અનેક કોમેડિયનના ખભા પરથી અનેક ફિલ્મોને વધુ પ્રસિદ્ધિ મળી હતી. 21મી સદીમાં કિંગ ખાનના વળતા પાણી પછી અનેક અભિનેતાઓની એન્ટ્રી થઈ છતાં કોમેડિયન અભિનેતાનું વિશેષ મહત્ત્વ રહ્યું છે. વાત કરીએ કોમેડિયન અભિનેતા રાજપાલ યાદવની. આજે 16 માર્ચે અભિનેતાનો જન્મદિવસ છે તો તેની જિંદગીના અજાણ્યા કિસ્સા જાણીએ.
રાજપાલ યાદવ મૂળ ઉત્તર પ્રદેશ છે. અનેક ફિલ્મોમાં એઝ એ કોમેડિયન મસ્ત ભૂમિકા પણ ભજવી હતી. 16 માર્ચ 1971ના રાજપાલ યાદવનો જન્મ યુપીના શાહજહાંપુરનો છે. અનેક ફિલ્મોમાં શાનદાર ભૂમિકા કરી છે, જેમાં અમુક તેની ભૂમિકાની નોંધ લેવાય છે. એક ઈન્ટરવ્યૂમાં પોતાના અનુભવો શેર કરતા રાજપાલ યાદવે કહ્યું હતું કે ચુપ ચુપ કેના સેટ પર સીન માટે લોકોએ તેની સાચી મારપીટ કરી નાખી હતી.
એક ઈન્ટરવ્યૂમાં રાજપાલ યાદવે વિસ્તૃતમાં કહ્યું હતું કે ફિલ્મના એક સેટ પર અમુક લોકો મને મારવા આવ્યા હતા, જેમાં બે-ત્રણ થપ્પડ મારી દીધા હતા. એ વખતે મેં પ્રિયદર્શન અંગે વાત જણાવી હતી, ત્યાર પછી તેમણે કહ્યું હતું કે બધાને વાસ્તવમાં મારવાના નથી. આ ફિલ્મમાં તમે નોટિસ કરશો કે મને મારવા આવે છે ત્યારે ફ્રેમ ફીઝ થાય છે. આ જ ફિલ્મમાં પોતાની હેરસ્ટાઈલ માટે 26000 રુપિયાનો ખર્ચ કર્યો હતો. જાણીતા હેરડ્રેસર અલિમ હકિમથી હેરકેટ કરાવ્યા હતા અને એનો ખર્ચ 26,000 રુપિયા થયો હતો, પરંતુ જ્યારે વાળ કપાવીને સેટ પર પહોંચ્યો ત્યારે પ્રિયદર્શન નારાજ થયા હતા.
પ્રિયદર્શન એટલા નારાજ થઈ ગયા હતા કે તેમના આસિસ્ટંટને રાજપાલને કટોરો આપવાનું કહ્યું હતું. વાસ્તવમાં તેમણે મારા માથા પર કટોરો મૂક્યો હતો અને મારા વાળ કાપ્યા હતા. રાજપાલ યાદવે સૌથી પહેલા સૂલમાં કામ કર્યું હતું. રામગોપાલ વર્માની જંગલ ફિલ્મે તેની ફિલ્મી કારકિર્દીને ચમકાવી હતી, ત્યારબાદ એક સાથે 16 ફિલ્મ સાઈન કરી હતી. ફિલ્મોમાં એન્ટ્રી કર્યા પહેલા રાજપાલ યાદવ ઓર્ડનસ ક્લોથ ફેક્ટરીમાં કામ કર્યું હતું. આ ફેક્ટરીમાં દેશના જવાનોના કપડાં સિવવાનું કામ કર્યું હતું પણ નસીબ મુંબઈની ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં નામ કમાવવાનું લખ્યું હતું.
ટીવી શો સ્વરાજમાં કામ કરવા સિવાય મુંગેરીલાલ કે હસીન સપનેમાં કામ કર્યું હતું. 100થી વધુ ફિલ્મોમાં કામ કરનારા રાજપાલ યાદવ અભિનેતા તરીકે પણ કામ કર્યું હતું પણ ચુપ ચુપ કે, ભૂલ ભૂલૈયા સહિત અનેક ફિલ્મોમાં દમદાર ભૂમિકાને કારણે આજે પણ લોકોમાં વિશેષ જાણીતો છે.