February 19, 2026
ગુજરાતટોપ ન્યુઝ

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાઃ IAS, IPS અધિકારીઓને સામે ગુનો નોંધવાની માગ

Spread the love

તપાસ કરનારી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને રિપોર્ટ માટે નોટિસ મોકલી
અમદાવાદઃ ગુજરાતના રાજકોટ શહેરમાં ગયા શનિવારે ગેમઝોનમાં ભીષણ આગમાં બાળકો સહિત 27 લોકોના મોત મુદ્દે સરકારી પ્રશાસન પર પસ્તાળ પડી રહી છે. સમગ્ર પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ (IAS & IPS)ની બદલી પછી એસઆઈટી દ્વારા તપાસ પણ ચાલી રહી છે ત્યારે આ મુદ્દો કોર્ટે અગાઉ દખલ કરી હતી. જોકે, આ કિસ્સામાં હવે એક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની સામે ગુનો દાખલ કરવાની અરજી કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી કરતા કોર્ટે એસઆઈટી પાસેથી જવાબ માગ્યો છે.
એસઆઈટી ટીઆરપી ગેમઝોનમાં તપાસ કરી રહી છે. આ કેસમાં તત્કાલીન રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પાલિકા કમિશનર આનંદ પટેલની ટ્રાન્સફર કરવાની સાથે અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારીઓની સામે પણ ગુનો નોંધવાની રજૂઆત કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં 27 લોકોનાં મોત થયા હતા.
ગુનો નોંધવાની માગણી કરનારા વિનેશ છાયાના વકીલે રાજેશ જાલુએ કહ્યું હતું કે એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ગઈકાલે એસઆઈટીને નોટિસ મોકલીને 20 જૂન સુધીમાં તમામ અધિકારીઓ સામે ચાલી રહેલી તપાસનો રિપોર્ટ માગવામાં આવ્યો છે. અરજદારે એવી દલીલ કરી હતી કે જે આધારે અધિકારીઓની ટ્રાન્સફર અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં તેમની સામેના પુરાવાના આધારે એફઆઈઆર કરવા માટે યોગ્ય હતા.
આ અરજીદારે અધિકારીઓની સામે આઈપીસી 304, 337 સહિત અન્ય કલમ લગાવવાની માગ કરી હતી. અરજીમાં અરજદારે એવો પણ દાવો કર્યો હતો કે આ બધા અધિકારીઓ સામે એટલા માટે એફઆઈઆર થવી જોઈએ, કારણ કે તેમની ફરજના ભાગરુપેની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી, જેમાં 27 લોકોના મોત થયા હતા. ટીઆરપી ઝોન કોઈ પ્રકારની મંજૂરી વિના યા લાઈસન્સ વિના ચાલતું હતું. રાજકોટના પોલીસ કમિનશર રાજુ ભાર્ગવના સિવાય રાજકોટના તત્કાલીન એડિશનલ પોલીસ કમિશનર (એસીપી)ની સાથે તત્કાલીન નગર પાલિકાના કમિશનરની પણ ટ્રાન્સફર કરી છે અને હવે તેમને પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!