આઝાદીના 7 દાયકા બાદ રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ટ્રેન દોડાવવાનો માર્ગ મોકળો
આઝાદીના સાત દાયકાથી વધુ સમય થયા પછી હજુ પણ દેશના અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ જીવનજરુરી ચીજવસ્તુઓનો લોકોનો અભાવ જોવા મળે છે. પરિવહન સિસ્ટમ અંતરિયાળ રાજ્યના જિલ્લામાં પહોંચી નથી, પરંતુ સરકાર અને રેલવેના પ્રયાસ ચાલુ છે. રણ વિસ્તાર ધરાવનાર રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં આઝાદી પછી પહેલી વાર રેલવે લાઈન બન્યા પછી વિધિવત રીતે ટ્રેન શરુ થવાના અહેવાલને કારણે ચર્ચામાં છે.
જો બધુ સમુસૂતરું રહ્યું તો આગામી વર્ષોમાં માળવાના રસ્તે વાગડના બાંસવાડા જિલ્લાના અનેક વર્ષો પછી ટ્રેન દોડાવી શકાય છે. બાંસવાડા સહિત દક્ષિણી રાજસ્થાનના લાખો લોકો માટે મોટી સુવિધાનું કારણ બની શકે છે. સરકારે નીમચ-બાંસવાડા-દાહોદ-નંદુરબાર નવી રેલવે લાઈનના ફાઈનલ લોકેશનના સર્વે માટે ટેન્ડર બહાર પાડ્યા છે. લગભગ 380 કિલોમીટરની યોજના માટે રેલવે મંત્રાલયે મંજૂરી કરી દીધી છે.
સરકારે પણ નીમચ-બાંસવાડા 380 કિલોમીટરમાં રેલવે ટ્રેકના ફાઈનલ સર્વે માટે હવે સાડા નવ કરોડ મંજૂર કર્યાં છે. ભવિષ્યમાં રેલવે ટ્રેક તૈયાર થયા પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના ચાર રાજ્યની કનેક્ટિવિટીમાં પણ વધારો થશે. એની સાથે દિલ્હી-મુંબઈ માટે વૈકલ્પિક માર્ગ પણ મળશે. 380 કિલોમીટરના ફાઈનલ લોકેશન સર્વે (એફએલએસ) માટે સરકારે 9.5 કરોડનું બજેટ નિર્ધારિત કર્યું છે. 2011માં યુપીએ સરકારે ડુંગરપુર રતલામ વાયા બાંસવાડા રેલવે લાઈનને મંજૂરી આપી હતી, પણ 50-50 ભાગીદારીને કારણે કામ અટક્યું હતું હવે સરકારે પોતાના હાથમાં યોજના લીધી છે.
ચાર રાજ્યની કનેક્ટિવિટી
આ રેલવે ટ્રેક તૈયાર થયા પછી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના ચાર રાજ્યને જોડવાનું કામ પણ કરશે. આ ચાર રાજ્યના ઔદ્યોગિક અને સાંસ્કૃતિક રીતે પણ એકબીજા સાથે જોડાયેલા છે, ત્યારે ટ્રાયબલ કનેક્ટિવિટી સાથે ઔદ્યોગિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે. ઉપરાંત, દિલ્હી-મુંબઈ રેલવે માટે નવો કોરિડોર મળશે. એનાથી 150-200 કિલોમીટરના અંતરમાં પણ ઘટાડો થશે. જોકે, હાલમાં ડુંગરપુર સુધી તો રેલવે કનેક્ટિવિટી છે. જો ડુંગરપુર-રતલામ વાયા બાંસવાડા અને નીમચ-નંદુરબાર વાયા બાંસવાડા બંને પ્રોજેક્ટ તૈયાર થઈ જાય તો ડુંગરપુર-બાંસવાડા પૂરા દેશ સાથે જોડાઈ જશે.
ટૂરિઝમ અને ખનિજ પરિવહનને ગતિ
દક્ષિમ રાજસ્થાનમાંથી મળનારા મેંગનીઝ, ડોલોમાઈટ, ચુના, પથ્થર, માર્બલ, સોપ સ્ટોન, ક્વાર્ટ્ઝ વગેરે ખનિજોના પરિવહનમાં વધારો થશે. ઉપરાંત, ટૂરિઝમ ડેવલપમેન્ટનો માર્ગ મોકળો થશે. રાજસ્થાન આમ તો ઐતિહાસિક રીતે સમૃદ્ધ છે, જ્યારે હેરિટેજ રીતે પણ મહત્ત્વ ધરાવે છે. આ જિલ્લો પણ રેલ સાથે જોડાશે તો ટૂરિઝમને પ્રોત્સાહન મળશે.
