Assmebly Elections: રાજ ઠાકરે મળ્યા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને, સિક્રેટ મીટિંગનું શું છે રાજ…
Raj Thackeray meets Eknath Shinde: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં મોટી હિલચાલ જોવા મળી રહી છે, જ્યારે તમામ પાર્ટીઓ પોતાના મતદારોને રિઝવવાની સાથે રાજકીય પક્ષોને હંફાવવાની નીતિ અખત્યાર કરી છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા રાજકીય માહોલ તંગ છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે મળીને સૌને ચોંકાવ્યા છે.
બંધ બારણે થયેલી સિક્રેટ મીટિંગને કારણે ફરી રાજકીય નિષ્ણાતો તર્ક-વિતર્ક કરી રહ્યા છે. મનસે પ્રમુખ રાજ ઠાકરે આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનનાથ શિંદેના વર્ષા બંગલો ખાતે મળ્યા હતા. સિક્રેટ મીટિંગ જેવું કાંઈ નહીં, પરંતુ રાજ ઠાકરેના નેતૃત્વના એક પ્રતિનિધિમંડળે શિંદેને મળ્યું હતું. આ મુલાકાતમાં ખાસ તો બીડીડી ચાલના પુનર્વસન, પોલીસ કોલોનીનું પુનવર્સન તેમ જ ઘરોની ઉપલબ્ધતા વગેરે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો
આ બેઠક અંગે ભલે જાહેરાત કરવામાં આવી હોય, પરંતુ લોકસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેએ મહાયુતિને બિનશરતી સમર્થન આપ્યું હતું, પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મનસે પ્રમુખે એકલા ચલોનું સૂત્ર આપ્યું હતું. રાજ ઠાકરે 225માંથી 250 સીટ પર એકલા લડવાની જાહેરાત પણ કરી હતી. હવે સીએમ એકનાથ શિંદે સાથેની મુલાકાત અંગે અલગ અલગ તર્ક-વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ હવે આ મુલાકાતનું રહસ્ય તો આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ શકે છે.
અહીં એ જણાવવાનું કે આજની વર્ષા બંગલો ખાતે પહોંચેલા રાજ ઠાકરેની સાથેના પ્રતિનિધિમંડળમાં બાલા નંદગાંવકર, રાજુ પાટીલ, મનસેના પૂર્વ વિધાનસભ્ય નિતિન સરદેસાઈ, પ્રવક્તા સંદીપ દેશપાંડે, અજિત અભ્યંકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મુખ્ય પ્રધાન કાર્યાલયના ચીફ સેક્રેટરી વિકાસ ખડગે, આવાસ વિભાગના ચીફ સેક્રેટરી વલસા નાયર સિંહ, જળ સંસાધન વિભાગના ચીફ સેક્રેટરી દીપક કપૂર, એસઆરએના મુખ્ય કાર્યકારી અધિકારી મહેન્દ્ર કલ્યાણકરની સાથે ગૃહ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, નાણા વિભાગ, એમએમઆરડીએ અને અન્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
