(Raj Kapoor Special-4): Raj સવારે નવના બદલે બપોરે બે વાગ્યે સેટ પર પહોંચતા પછી…
બસ, પછી કંટાળીને આ અભિનેત્રીએ ભર્યું હતું આ પગલું…
રાજ કપૂરની જન્મ શતાબ્દીની પરિવારે રંગેચંગે ઉજવણી કરી અને ફિલ્મી ઈન્ડસ્ટ્રીમાં રાજ કપરનું નામ દિગ્ગજ અભિનેતા, ડાયરેક્ટ તરીકે લેવાય, પરંતુ અમુક અભિનેત્રીઓ માટે રાજ કપૂરની પર્સાનાલિટી નાપસંદ હોવાનું જણાયું હતું. ‘ગાઈડ’ ફેમ અભિનેત્રી વહિદા રહેમાને ખુદ સ્વીકાર્યું હતું કે તેઓ ટાઈમના પંક્ચ્યુઅલ નહોતા.
વેલ, બોલીવૂડના શોમેન તરીકે ઓળખાતા રાજ કપૂરનું નામ જ ઈન્ડસ્ટ્રીમાં પૂરતું હતું. એક અભિનેતા, ડાયરેક્ટર તરીકે ફિલ્મી દુનિયામાં નાની ઉંમરે આગવી ઓળખ ઊભી કરી હતી. એનાથી અલગ તેમનું નેગેટિવ પાસુ પણ હતું. અનેક નકારાત્મક પાસા પૈકી તેમની ફિલ્મના સેટ પર પહોંચવાની લેટ આદતને કારણે અન્ય કલાકારો પણ પરેશાન થતા હતા, જે પૈકી એક અભિનેત્રીનું નામ ટોચ પર લેવાતું હતું. આ અભિનેત્રીનું નામ વહિદા રહેમાન. વહિદા રહેમાન પણ ટોચના દરજ્જાના અભિનેત્રી હતા. આજે રાજ કપૂર આ દુનિયામાં રહ્યા નથી, પરંતુ વહિદા રહેમાને એક ઈન્ટરવ્યૂમાં સ્ફોટક ઉલ્લેખ કર્યો હતો.

એક ફિલ્મના શૂટિંગનો ઉલ્લેખ કરતા વહિદા રહેમાને કહ્યું હતું કે અમે એક ફિલ્મ સાથે સાઈન કરી હતી. શૂટિંગનો સમય સવારના નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી હોય. હું તો સવારે નવ વાગ્યે સેટ પર પહોંચી જતી, પરંતુ રાજ કપૂર બપોરે બે વાગ્યા આવતા. લંચની વાત છોડો આવ્યા પછી પણ આરામ કરતા અને એના પછી શૂટિંગ શરુ થતું. આ વાતથી મને પરેશાની થવાની લાગી હતી. એના પછી શિફ્ટ બદલીને બેથી રાતના દસ વાગ્યા સુધીની કરી હતી, પરંતુ રાજ કપૂર એ વાતથી માન્યા નહોતા
અભિનેતા રાજ કપૂર શિફ્ટ બદલ્યા પછી માન્યા નહોતા, જ્યારે બપોરે બે વાગ્યાની શિફ્ટ કરી તો છેક સાંજના છ વાગ્યે આવવાનું ચાલુ કર્યું હતું, એના પછી વધુ હેરાનગતિ થવા લાગી હતી. બીજી બાજુ વહિદા રહેમાને નક્કી કર્યું કે જ્યારે રાજ કપૂર આવે ત્યારે તેમને બોલાવવામાં આવે. જોકે, એક વખત એવું બન્યું કે રાજ કપૂર સમય પહેલા પહોંચી ગયા અને સેટ પર દોડાદોડી થઈ ગઈ. ત્યાર પછી વહિદા રહેમાનને કોલ કરવામાં આવ્યો અને એના પછી રાજ કપૂર વહિદા રહેમાનની રાહ જોતા રહ્યા. સેટ પર વહિદા રહેમાન મોડા પહોંચ્યા પછી કહેવામાં આવ્યું કે તમારી રાહ ક્યારના રાજ કપૂર જોઈ રહ્યા છે ત્યારે તેમને જવાબ આપી દીધો હતો કે હવે એમને રાહ જોવા દો. રાજ કપૂરની લેટ લતીફેને વહિદા રહેમાને પાઠ ભણાવી દીધો હતો.
રહી વાત રાજ કપૂર અને વહિદા રહેમાનની તો બંનેએ એકસાથે બે ફિલ્મોમાં કામ કર્યું હતું. એક દિલ સૌ અફસાને અને તીસરી કસમ. આ તીસરી કસમ લોકપ્રિય સાબિત થઈ હતી.
