યાત્રી કૃપયા ધ્યાન દે: છેલ્લી ઘડીએ ટ્રિપ કેન્સલ થતાં ટિકિટના પૈસા નહીં જાય!
હવે કન્ફર્મ ટિકિટ પર મળશે તારીખ બદલવાની અને રિ-શેડ્યૂલ કરવાની તક
ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે મહત્ત્વના સારા સમાચાર છે. અત્યાર સુધીમાં છેલ્લી ઘડીએ તમારી યોજના રદ થયા પછી ટ્રેનની ટિકિટના પૈસા પાણીમાં જતા હોય છે, તેમાંય વળી પૈસાનું નુકસાન થવાની સાથે બીજાને પણ ટિકિટ મળતી નથી. ખેર, હવે રેલવે પ્રવાસીઓની સમસ્યાનો નિકાલ લાવી રહી છે, જેમાં છેલ્લી ઘડીએ રદ કરેલી ટિકિટ નવી તારીખના ટ્રાવેલ કરવાની તક આપશે, જ્યારે એ જ ટિકિટ પર ટ્રાવેલ કરી શકશો.
100માંથી 90 પેસેન્જર સાથે એકાદ વખત તો એવું ચોક્કસ બને છે કે ટ્રાવેલ પ્લાન કર્યો હોય, પણ આકસ્મિક કારણોસર ટ્રિપ કેન્સલ કરવી પડે. એક નહીં, પરંતુ ક્યારેક આખા પરિવારની ટ્રિપ પણ કેન્સલ કરવાની નોબત આવતી હોય છે, પરંતુ આ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે રેલવેએ હવે પ્રવાસીઓને રાહત આપનારો નિર્ણય લાવી રહી છે. જે લોકો છેલ્લી મોમેન્ટમાં ટિકિટ કેન્સલ કરે તો તેમની સેકન્ડ ડેટની ઓફર મળશે. ઓનલાઈન બુકિંગમાં પ્રવાસીઓને સુવિધા મળશે તેમ જ એ જ ટિકિટ પર બીજી ટેડ ચેન્જ કરીને પણ ટ્રાવેલ કરી શકશે.
અત્યાર સુધીના રેલવેના નિયમો મુજબ જે તારીખની કન્ફર્મ ટિકિટ બુક થઈ હોય તો તમારે એ જ તારીખના ટ્રાવેલ કરવાનું રહેતું હતું. જોકે, 48થી 12 કલાક પહેલા જો ટિકિટ રદ કરવામાં આવે તો મૂળ ટિકિટના ભાડાના 25 ટકા રકમ કપાઈ જતી, ત્યાર પછી જેમ જેમ સમયમાં ઘટાડો થાય તેમ કેન્સલેશન ફીમાં પણ વધારો થતો. જો ચાર્ટ તૈયાર થઈ જાય તો ટિકિટના પૂરા પૈસા કપાઈ જતા, પરંતુ હવે નવો નિયમ જાન્યુઆરીથી લાગુ કરી શકે છે.
નવા નિયમ લાગુ પડ્યા પછી કન્ફર્મ ટિકિટને રિ-શેડ્યૂલ કરી શકાય છે. આ મુદ્દે રેલવે પ્રધાને પણ સ્પષ્ટતા કરી હતી નવા નિયમને જાન્યુઆરી 2026થી લાગુ કરી શકાય છે, જે નવી સિસ્ટમ ઓનલાઈન પૂરતી મર્યાદિત રહશે. જેમ કે તમારે 10મી ઓક્ટોબરના મુસાફરી કરવી હોય, પણ એ તારીખના બદલે તમારો પ્લાન 15 તારીખ થાય તો ઓનલાઈન બદલી શકો છો. આમ છતાં નવી ડેટમાં તમને કન્ફર્મ ટિકિટ મળે છે કે નહીં એ ફક્ત સીટ ઉપલબ્ધ હશે તો મળશે. જોકે, રેલવે ટિકિટ કેન્સલેશન પેટે વર્ષે હજારો કરોડની કમાણી કરે છે, પરંતુ ઓનલાઈન વ્યવહારમાં આ સુવિધા પ્રવાસીને મળશે તો કેન્સલેશનની કમાણીની બારી બંધ થશે એટલું ચોક્કસ.
