February 20, 2026
ટોપ ન્યુઝમુંબઈ

આવતીકાલે મધ્ય રેલવે પર મેગા બ્લોક પશ્ચિમ રેલવેમાં નાઈટ બ્લોકને કારણે પ્રવાસીઓને રાહત…

Spread the love

મુંબઈ: દર રવિવારની જેમ આ રવિવારે પણ ટ્રેક અને સિગ્નલ મેઈન્ટેન્સ જેવા મહત્વના કામ હાથ ધરાવવાના હોવાથી રેલવે દ્વારા મેગા બ્લોક (Railway Announce Mega Block On Sunday) હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે રવિવારે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. જો તમે પણ આવતીકાલે ફરવાનો કે કોઈ ફંક્શન અટેન્ડ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો પહેલા આ સમાચાર ચોક્કસ વાંચી લેજો. પશ્ચિમ રેલવે પર આવતીકાલે ડે બ્લોકને બદલે આજે નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે.

મધ્ય રેલવે પર આવતીકાલે સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી દિવા- થાણા વચ્ચે પાંચમી છઠ્ઠી લાઈન બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકને કારણે આ સમયગાળા લાંબા અંતરની મેલ એકસપ્રેસ ટ્રેનો દિવા થાણા વચ્ચે અપ ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે, જેને કારણે અપ ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેનો 10 15 મિનિટ પર મોડી પડશે, એવી માહિતી રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

હાર્બર લાઈનની વાત કરીએ તો હાર્બર લાઈન પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી કુર્લા વાશી વચ્ચે અપ ડાઉન લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સીએસએમટીથી પનવેલ, બેલાપુર વચ્ચે અપ ડાઉન લોકલ ટ્રેનો બંધ રહેશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી-કુર્લા અને વાશી પનવેલ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.

પશ્ચિમ રેલવે પર આજે મધરાતે 11.15થી વહેલી સવારે 4.15 વાગ્યા સુધી વસઈ- વિરાર વચ્ચે અપ ડાઉન ફાસ્ટ લાઈન પર જમ્બો નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન અપ ડાઉન ફાસ્ટ લોકલ અપ ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!