February 10, 2026
મહારાષ્ટ્ર

ઓલિમ્પિકમાં મેડલ મળ્યા બાદ Railway Clerkને મળ્યું પ્રમોશન, કોણ છે?

Spread the love

નવી દિલ્હીઃ ફ્રાન્સના પાટનગર પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિકમાં આજે મહત્ત્વનો દિવસ રહેશે, જેમાં ગઈકાલે મહારાષ્ટ્રના સ્વપ્નિલ કુસાળેએ મેડલ જીતીને ભારતીય રેલવે સાથે દેશનું નામ રોશન કર્યું. સ્વપ્નિલની જીત સાથે ભારતીય રેલવેએ તેનું પ્રમોશન કરી દીધું છે અને હવે તેને અધિકારી બની ગયો છે.
હવે તમારા મનમાં થશે કોણ છે સ્વપ્નિલ કુસાળે તો મૂળ મહારાષ્ટ્રના કોલ્હાપુરનો વતની છે. 2015માં સેન્ટ્રલ રેલવેના પુણે ડિવિઝનમાં કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક તરીકે ભારતીય રેલવેમાં જોડાયો હતો.
સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર રામ કરન યાદવે કહ્યું કે સ્વપ્નિલ કુસાળેને હવે પ્રમોશન આપવામાં આવ્યું છે. અધિકારીના હોદ્દા પર ઓએસડી બનાવાયો છે. ભારતના શૂટર સ્વપ્નિલ કુસાળેએ પેરિસ ઓલિમ્પિકમાં પચાસ મીટરની થ્રી પોઝિશન્સ રાઈફલ્સમાં પહેલી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ અંગે મધ્ય રેલવેએ એક રિલીઝમાં જણાવ્યું છે કે કુસાળેએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. સ્વપ્નિલના મેડલ જીતવાને કારણે ભારતનું નામ પણ રોશન થયું છે અને સેન્ટ્રલ રેલવેને સ્વપ્નિલ પર ગૌરવ છે. તેની ઐતિહાસિક સિદ્ધિને રેલવે બિરદાવે છે અને અભિનંદન આપે છે.
મેડલ જીત્યા પછી પરિવારે કહ્યું હતું કે અમને વિશ્વાસ હતો કે સ્વપ્નિલ મેડલ જીતશે. તેની રમત પર ફોકસ કરવાને કારણે તેને ફોન સુદ્ધા કર્યો નહોતો. છેલ્લા 10-12 વર્ષથી ઘરની બહાર જ રહ્યો છે અને પોતાની રમત પર ફોકસ કર્યું હતું. સ્વપ્નિલના પિતા સુરેશ કુસાળે કહ્યું કે મારા દીકરાને શૂટિંગ માટે તૈયાર કરવા 25 લાખનો ખર્ચ કર્યો છે અને એની મહેનત આજે રંગ લાવી હતી. સાંગલીની પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી તેને શૂટિંગમાં રસ જાગ્યો હતો અને પછી નાશિકમાં ટ્રેનિંગ લીધી હતી.
સ્વપ્નિલની ઐતિહાસિક જીત પછી રેલવેની સાથે બોલીવુડના કલાકારોએ પણ અભિનંદન આપ્યા હતા. બોલીવુડના જાણીતા કલાકારોમાં કરિના કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી સહિત અન્ય અભિનેતાઓએ સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા હતા.
ભારતીય શૂટર સ્વપ્નિલની સિરીઝની શરુઆત 9.6થી થઈ હતી, ત્યારબાદ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને આગામી ચાર શોટ 10.4, 10.3, 10.5 અને 10.0 પર લગાવીને છઠ્ઠા સ્થાને રહ્યો હતો. બીજી સિરીઝમાં 10.1, 9.9, 10.3, 10.5, 10.1ના શોટ્સ લગાવ્યા હતા. ત્રીજી સિરીઝમાં સ્વપ્નિલે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!