February 20, 2026
ટોપ ન્યુઝ

હસીન સપનેઃ ગુજરાતમાં રાહુલ ગાંધીએ ભાજપને આપ્યો મોટો પડકાર, હવે હરાવીશું…

Spread the love

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પહેલી વખત ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજકોટ ગેમ ઝોન, મોરબી બ્રિજ અને સુરતની હોનારતની પીડિતોને મળવાની યોજના છે. ગુજરાતની મુલાકાત વખતે વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
પાર્ટી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અયોધ્યામાં ભાજપને હરાવ્યું હતું અને હવે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ભાજપને હરાવવામાં આવશે. અમે ગુજરાતમાં ભાજપને હરાવીશું અને કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તા કોઈનાથી ડરતા નથી.
કાર્યકર્તાઓને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે અમે ભાજપવાળાને પાઠ ભણાવીશું અને એમની સરકારને તોડીશું. નરેન્દ્ર મોદી વારાણસીથી નહીં અયોધ્યાથી લડવું જોઈતું હતું. હારના ડરને કારણે ત્યાંથી ચૂંટણી લડ્યા નહોતા. અમે વારાણસી અમુક ભૂલો કરી હોવાને કારણે પણ અયોધ્યામાં અમે હરાવ્યા હતા. આગામી વખત અમે ગુજરાતમાં પણ ભાજપને હરાવીશું અને તેનાથી ડરવાનું જરુરી નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપની પૂરી મૂવમેન્ટ ફક્ત રામ મંદિર, અયોધ્યાની હતી. અડવાણીએ રથયાત્રા કરી હતી. કહેવાય છે કે નરેન્દ્ર મોદીએ રથયાત્રામાં અડવાણીને મદદ કરી હતી. હું સંસદમાં વિચારી રહ્યો હતો કે તેમણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એના કાર્યક્રમમાં અદાણી-અંબાણી જોવા મળ્યા હતા, પરંતુ કોઈ ગરીબ વ્યક્તિ હાજર નહોતું.
સંસદમાં મેં અયોધ્યાના સાંસદને પૂછ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પૂર્વે રામ મંદિરની પ્રતિષ્ઠા કરી હતી, પરંતુ કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિ ગઠબંધનની પાર્ટી જીતી ગઈ હતી, પણ આવું કેમ થયું?
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું હતું કે મને જાણવા મળ્યું છે કે અયોધ્યાથી હું ચૂંટણી લડવાનો છું અને જીતવાનો છું. તેમણે કહ્યું હતું કે અયોધ્યાના લોકોએ કહ્યું હતું કે મંદિર બનાવવા માટે અમારી જમીન લેવામાં આવી હતી, જેમાં દુકાનો-ઘર તોડવામાં આવ્યા પણ આજ સુધી સરકારે અમને એના માટે વળતર આપવામાં આવ્યું નથી. અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વખતે અયોધ્યાવાસીઓ હાજર નહોતા.
રહી વાત ગુજરાતની તો લોકસભાની ચૂંટણીમાં આ વખતે 99 બેઠક પર જીતેલ કોંગ્રેસના આત્મવિશ્વાસ બેવડાઈ ગયો છે. ગુજરાતમાંથી માંડ એક સીટ જીત્યા પછી શનિવારે ગુજરાતની મુલાકાતે પહોંચેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ રાહુલ ગાંધીએ 2017ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવાનો દાવો કર્યો હતો, પરંતુ એ વખતે કોંગ્રેસ ઊંધે માથે પટકાયું હતું. 2024માં પણ ગુજરાતમાં બનાસકાંઠામાંથી એક સીટ પર વિજય થયો. હવે વિધાનસભાની ચૂંટણી 2027 પછી 2029માં લોકસભાની ચૂંટણી પણ જો રકાસ થયો તો કોંગ્રેસ માટે કંઈ ગુમાવવાનું હશે નહીં, પણ ભાજપનું પતન થયું તો સત્તા ગુમાવી શકે છે, જ્યારે ભાજપ ફરી જીતે તો રાહુલ ગાંધીનું કથન મુગેરીલાલ કે હસીન સપને સમાન છે, એમ રાજકીય વર્તુળે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!