2025માં થશે રાહુ-બુધની યુતિ: ત્રણ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
બે દિવસ બાદ 2024નું વર્ષ હંમેશા માટે પૂરું થઈ રહ્યું છે અને 2025નું નવું નક્કોર વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ વર્ષ પણ ખૂબ જ મહત્ત્વનું સાબિત થવા જઈ રહ્યું છે, કારણ કે વર્ષની શરૂઆતમાં જ રાહુ-બુધની યુતિ થઈ જઈ રહી છે. આ યુતિને કારણે ત્રણ રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ જઈ રહ્યો છે. આવો જોઈએ ક્યારે થઈ રહી છે બધુ અને રાહુની યુતિ.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર રાહુ પહેલાંથી જ મીન રાશિમાં બિરાજમાન છે અને તમારી જાણ માટે કે 27મી ફેબ્રુઆરીના બુધ પણ રાતે 11.46 કલાકે મીન રાશીમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં બુધ અને રાહુની યુતિ થઈ રહી છે જેને કારણે અમુક રાશિના જાતકો પર તેની અસર જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ યુતિથી લાભ થઈ રહ્યો છે.
વૃષભઃ નવા વર્ષમાં રાહુ અને બુધની યુતિથી વૃષભ રાશિના જાતકો માટે નવી નવી તક મળશે. કરિયરમાં નવી નવી યોજનાઓની શરૂઆત કરશો. વેપારમાં પણ લાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બની રહી છે. વિદેશી સંપર્કથી લાભ થશે. નવા કામની શરૂઆત પણ કરશો.
તુલાઃ તુલા રાશિના જાતકોને રાહુ અને બુધની યુતિથી લાભ થઈ રહ્યો છે. કરિયરમાં પણ નવી નવી ઊંચાઈઓ હાંસિલ કરશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં લાભ થશે. રિસર્ચ અને ટેક્નોલોજીના કામમાં તમને સફળતા મળશે.
વૃશ્ચિકઃ નવા વર્ષે બુધ અને રાહુની થઈ રહેલી યુતિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. આ યુતિ પાર્ટનરશિપ અને બિઝનેસમાં ફાયદો થશે. નવી નોકરીની ઓફર પણ આવી શકે છે. સંતાન તરફથી પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.