July 1, 2025
રમત ગમત

ટીમ ઈન્ડિયાને ઝટકોઃ આર અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

Spread the love

ગાબાઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ ડ્રોમાં પરિણમ્યા બાદ ભારતીય ટીમના ઓલ રાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા વતીથી શાનદાર પ્રદર્શન નોંધાવનારા અશ્વિને અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવ્યા છે. અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા વતીથી રવિચંદ્રન અશ્વિનનું બોલિંગમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે, જ્યારે અનેક દમદાર રેકોર્ડ બનાવ્યા છે. અશ્વિનના ટેસ્ટની સાથે સાથે વન-ડે ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન રહ્યું છે.
રોહિત સાથેની પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી
ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રિલાની વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક તબક્કામાં પહોંચ્યા પછી ભારે વરસાદને કારણે મેચને ડ્રોમાં કાઢી હતી. કેપ્ટન રોહિત શર્માની સાથે અશ્વિને પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી.
ટેસ્ટ અને વન-ડેમાં રહ્યો છે નોંધપાત્ર રેકોર્ડ
અશ્વિનનો ભારતીય ક્રિકેટ ટીમ માટે શાનદાર રેકોર્ડ નોંધાવ્યો છે, જેમાં ટેસ્ટમાં 537 વિકેટ ઝડપી છે, જ્યારે એની સાથે ટેસ્ટમાં 3,503 રન પણ બનાવ્યા છે. અશ્વિનનો વન-ડે અને ટવેન્ટી-20માં દમદાર પ્રદર્શન રહ્યું છે, પરંતુ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જોવા મળશે નહીં.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઈન્ડિયા (બીસીસીઆઈ)એ પણ રવિચંદ્રન અશ્વિનનો આભાર વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પરના પ્લેટફોર્મ પર બીસીસીઆઈએ થેન્કયુ લખીને મેસેજ પણ પાઠવ્યો હતો.


સન્યાંસની જાહેરાત કરતા થઈ ગયો સંવેદનશીલ
અશ્વિને સંન્યાસની જાહેરાત કરીને કહ્યું કે આજે મારી ઈન્ટરનેશનલ ક્રિકેટનો છેલ્લો દિવસ છે. કોન્ફરન્સમાં જાહેરાત કરતા અશ્વિન ભાવુક થઈ ગયો હતો અને રોહિત શર્મા પણ તેની સાથે બેઠો હતો. અશ્વિને ભારત માટે 106 ટેસ્ટ મેચ રમ્યો છે, જેમાં 3,503 રન બનાવ્યા છે. અશ્વિને ટેસ્ટમાં છ સદી અને 14 હાફ સેન્ચુરી ફટકારી છે. અશ્વિનનો ટેસ્ટમાં સૌથી વધુ રન 124 રન છે. એક ટેસ્ટમાં અશ્વિને 59 રન આપીને સાત વિકેટ ઝડપીને સર્વેશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!