February 10, 2026
રમત ગમત

બેડમિન્ટનમાં મેડલ જીતવાનું ભારતનું સપનું ચકનાચૂર

Spread the love


ટોકિયોમાં જેને હરાવી એની જ સામે પીવી સિંધુ પેરિસમાં હારી

pv sindhu out in olympic
પેરિસઃ ફ્રાન્સમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમમાં અત્યાર સુધીમાં ભારતને બે જ બ્રોન્ઝ મેડલ મળ્યા છે, ત્યારે આશાસ્પદ બેડમિન્ટન સ્ટાર ખેલાડી હારીને લાખો લોકોને ઝટકો લાગ્યો છે. પીવી સિંધુ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર અને ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી, જે આજે ચીનની ખેલાડી સામે હારીને કરોડો પ્રેમીઓનું ગોલ્ડ માટેનું દિલ તૂટી ગયું છે.
પહેલી ઓગસ્ટના ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બ્રોન્ઝ મેડલની મેચમાં ચીનની બિંગ ઝાઓને હરાવી હતી. આજે ત્રણ વર્ષ પછી પેરિસ ઓલિમ્પિકમાં ટકારાયા હતા અને આ વખતે ચીનની ખેલાડી સિંધુને ભારે પડી હતી. સિંધુને બિંગ જીઓએ હરાવીને પરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરી છે.
પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિકના ગ્રુપ રાઉન્ડના ત્રણ મેચ જીતીને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. બીજી બાજુ બિંગ જીઓ પણ અજેય રહીને સિંધુનો સામનો કર્યો હતો. પહેલી વચ્ચે મજબૂત મેચ રમાઈ હતી. જોકે, સિંધુ બીજી ગેમમાં પાછળ રહી હતી અને મેચમાં 19-21, 14-21થી હારી. સરેરાશ 56 મિનિટમાં સિંધુની ત્રણ વર્ષની સખત મહેનત પર પાણી ફરી વળ્યું છે.
પીવી સિંધુએ ભારત માટે ઓલિમ્પિક મેડલની પ્રબળ દાવેદારમાં સામેલ હતી. 2016માં રિયોમાં સિલ્વર અને 2021માં ટોકિયોમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી. સિંધુની પાસે હેટ્રિકનો અવસર હતો, પરંતુ આ વખતે એ તક ગુમાવતા પોતાની જીતનું સપનું ચકનાચૂર થયું હતું. જો જીતી હોત તો ભારતની પહેલી ખેલાડી બની હોત જેને ત્રણ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
હાલના તબક્કે બે મેડલ સાથે મેડલ મેળવનારા ખેલાડીઓમાં રેસલર સુશીલ કુમાર અને શૂટિંગમાં મનુ ભાકરનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, પીવી સિંધુ પહેલી વખત ઓલિમ્પિકમાંથી ખાલી હાથે પાછી ફરશે. આ ઉપરાંત, પહેલી વખત સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ અથવા ઓલિમ્પિકમાં કોઈ ચીની ખેલાડી સામે હારી હશે.
પેરિસ ઓલિમ્પિકમાં આજનો દિવસ ભારતીય ખેલાડીઓ માટે એકંદરે ખરાબ રહ્યો હતો. સ્વપ્નિલ કુસાળે સિવાય બાકી હોકીમાં ભારત બેલ્જિયમ સામે હાર્યું હતું. ઉપરાંત, પીવી સિંધુ, તીરંદાજીમાં પ્રવીણ જાધવ, બોક્સિંગમાં નિખત ઝરીન, બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગની જોડી (મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં) હાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!