February 12, 2026
મનોરંજન

બોલીવુડની આ અભિનેત્રી લે છે એક ફિલ્મના 40 કરોડ

Spread the love

મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફક્ત પુરુષ અભિનેતાનું વર્ચસ્વ હોવાનું માનવું ઠીક નથી પણ ફિલ્મી દુનિયામાં એવી પણ અભિનેત્રીઓ પણ છે જે પોતાની મુજબ કામ અને દામ લઈને નામ કમાવે છે. એક વખત નામ કમાવી લીધા પછી દામ કમાવવામાં પણ કોઈ રોકી શકતું નથી. યસ, ફિલ્મી દુનિયામાં એવી એક અભિનેત્રી છે જે એક ફિલ્મ માટે 40 કરોડ રૂપિયા પૂરા લે છે.
કોણ છે એ અભિનેત્રી એ જાણવાની તાલાવેલી લાગી હોય તો એનું નામ છે પીસી ઉર્ફે પ્રિયંકા ચોપરા. મૂળ જન્મે જમશેદપુર, સ્ટડી બરેલી અને મુંબઈમાં કર્યા પછી ફિલ્મ ક્ષેત્રે મુંબઈમાં નામ કમાવ્યા પછી વિદેશમાં સ્થાયી થઈ એ પણ હોલીવુડની દુનિયામાં એન્ટ્રી સાથે. માન્યામાં આવે નહિ પણ પ્રિયંકા નિક જોનાસ સાથે લગ્ન કરીને સંપૂર્ણ સ્થાયી થઈ નથી.
ફિલ્મો સાથે અન્ય સામાજિક અને બિઝનેસ સેક્ટરમાં વિશેષ નામના ધરાવે છે. પોતાના દેશ અને પરિવાર સાથે લગાવ ધરાવવા તેમ જ ઇન્ટર નેશનલ સ્તરે પણ અનેક ઇવેન્ટ માં ભારતનું પ્રતિનિધિત્વ પણ ધરાવે છે. એટલે નામ કમાવ્યા પછી હવે એક ફિલ્મ માટે રોકડા 40 કરોડ ફી લે છે. આલિયા ભટ્ટ 10થી 12 કરોડ રૂપિયાની ફી લે છે તો દીપિકા પાદુકોણ પણ 15થી 20 કરોડ લે છે પણ દેસી ગર્લ તો 40 કરોડ લે છે. બરફીથી લઈને ડોન, બાજીરાવ મસ્તાની વગેરે ફિલ્મોમાં પ્રિયંકાની ભૂમિકાની વિશેષ નોંધ લેવામાં આવી હતી. ફિલ્મોમાં ખાસ તો પોતાની કામ કરવાની પ્રતિભાને પણ બખૂબી નિભાવી જાણે છે અને એનાથી પ્રિયંકાએ પોતાની સિદ્ધિમાં વધારો કર્યો છે. સોશ્યલ મીડિયા પર પતિ નીક જોનાસ હોય કે દીકરી માલતીને પણ એક યા બીજી રીતે એક્ટિવ પણ રાખે છે. પ્રિયંકા ખૂદ ઈન્સ્ટાગ્રામ સહિત અન્ય સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે, જ્યારે એને ફૉલો કરનારાની સંખ્યા પણ કરોડોમાં જાય છે.
ઈન્સ્ટાગ્રામ પર પીસીને 35 મિલિયન લોકો ફોલો કરે છે જેના પરથી તેની ફેન ક્લબ કેટલી તગડી છે એ સમજી શકાય. અત્યારે પ્રિયંકા હેડ ઓફ સ્ટેટ પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. એના સિવાય અન્ય મેગા પ્રોજેક્ટ પ્રિયંકાની ઝોળીમાં ધ બ્લફ, કાઉબોય નિંઝા વાઈકિંગ તથા બોલીવુડમાં 2003માં ફિલ્મ ધ હિરોઃ લવ સ્ટોરી ઓફ સ્પાયથી ડેબ્યુ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!