February 20, 2026
મનોરંજન

શૂટિંગમાંથી બ્રેક લઈને પ્રિયંકા ચોપરા પતિને મળવા પહોંચી અને શું કર્યું જુઓ?

Spread the love

બોલીવુડની દેસી ગર્લ હવે હોલીવુડમાં નામ જમાવી રહી છે. પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ ‘ધ બ્લફ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે ઓસ્ટ્રેલિયામાં રહે છે. તાજેતરમાં શૂટિંગમાંથી બ્રેક લઈને પતિ મહોદયને મળવા પહોંચી હતી અને ઈન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો શેર કરીને પતિ નિક અને પરિવાર સાથે મોજ-મસ્તી કરતી જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર હંમેશાં વ્યક્તિગત જિંદગીની વાતોને મજેદાર રીતે રજૂ કરે છે. આજે પણ પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પતિ, દીકરી સાથે પરિવારના અન્ય સભ્યો સાથે વેકેશનની મોજ માણતી તસવીરો શેર કરી હતી. શૂટિંગના વ્યસ્ત શેડયૂલ વચ્ચે પણ ક્વોલિટી ટાઈમ વીતાવતી જોવા મળી હતી.
પરિવાર સાથે પ્રિયંકાની મોજ
પ્રિયંકા ચોપરા સાથે તેની માતા ડોક્ટર મધુ પણ તસવીરોમાં જોવા મળ્યા હતા. પ્રિયંકા ચોપરાએ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે ધીસ ડેઝ…નું કેપ્શન લખીને દસેક તસવીરો શેર કરી છે. પ્રિયંકાએ પતિ મહોદય, દીકરી માલતી, માતા સાથે અન્ય તસવીરો શેર કરી છે. પાંચ-છ કલાક પહેલા શેર કરેલી તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ હતી. શૂટિંગ દરમિયાન ઈજા પહોંચી હતી એની પણ તસવીરો પોસ્ટ કરી છે. એના અંગે પણ કેપ્શન લખ્યું હતું કે આ ઈજા મારા કામની નિશાની છે એમ હિંમત આપતું કેપ્શન લખ્યું હતું એની પણ લોકોએ નોંધ લીધી હતી. ઈજા પહોંચ્યા પછી તસવીરો શેર કર્યા બાદ પ્રિયંકાના ચાહકોએ ચિંતા વ્યક્ત કરી હતી.
PC with Mom
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ ‘ધ બ્લફ’ને લઈને વિશેષ ઉત્સાહી છે. ફ્રેન્ક ઈ-ફ્લાવર્સ દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ બ્લફમાં કામ કરી રહી છે. ‘ધ બ્લફ’ ફિલ્મ 19મી સદીની વાર્તા આધારિત છે. પ્રિયંકા ચોપરા આ ફિલ્મમાં દરિયાઈ લૂટારાની ભૂમિકામાં જોવા મળશે.
‘ધ બ્લફ’ના સિવાય પ્રિયંકા ચોપરા, જોન સીના અને ઈદરીસ એલ્બાની સાથે હેડસ ઓફ સ્ટેટસમાં પણ કામ કરી રહી છે. ઉપરાંત, પ્રિયંકાને ‘સિડાટેલ’ની બીજી સિઝનની ઇંતઝારી છે. પ્રિયંકાની બોલીવુડની ફિલ્મોની વાત કરીએ તો આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે જરા’માં પણ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!