July 1, 2025
મહારાષ્ટ્ર

ગાંધી જ્યંતીની પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા

Spread the love


‘સ્વચ્છ ભારત અભિયાન’ના 10 વર્ષ: સામૂહિક પ્રયાસને બિરદાવ્યો

આજે બીજી ઓક્ટોબરના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ દેશવાસીઓને ગાંધીજીના ચિંધેલા માર્ગે ચાલીને દેશનું કલ્યાણ કરવાની વાતને બિરદાવી હતી. પીએમ મોદીએ આજે ગાંધી જ્યંતીની પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ગાંધી જયંતિ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.


તમામ દેશવાસીઓ વતી આદરણીય બાપુને તેમની જન્મજયંતિ પર શત-શત નમન. સત્ય, સમરસતા અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શો દેશવાસીઓ માટે હંમેશાં પ્રેરણારૂપ બની રહેશે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ રાજઘાટ જઈને રાષ્ટ્રપિતાને પુષ્પાજંલિ આપી હતી.
દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ પૂરા થયાની પ્રશંસા કરી છે, જે ભારતને સ્વચ્છ બનાવવા અને યોગ્ય સ્વચ્છતા સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટેનો એક મહત્વપૂર્ણ સામૂહિક પ્રયાસ છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બાપુની પુષ્પાજંલિ અપર્ણ કરતા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે આજે, અમે સ્વચ્છ ભારતનાં 10 વર્ષ ઉજવીએ છીએ, જે ભારતને સ્વચ્છ બનાવવા અને યોગ્ય સ્વચ્છતા સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટેનો એક મહત્વપૂર્ણ સામૂહિક પ્રયાસ છે. હું તે તમામ લોકો વંદન કરું છું જેઓએ આ આંદોલનને સફળ બનાવવા માટે કામ કર્યું છે.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!