February 21, 2026
અજબ ગજબ

OMG! અહીંયા 1 લિટર બિસલેરીના ભાવમાં મળે છે પેટ્રોલ

Spread the love

એક તરફ જ્યાં આપણે સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવથી દેશના નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એવા સમયે જો તમને કોઈ કહે કે દુનિયામાં એવી જગ્યા પણ આવેલી છે કે જ્યાં સાવ પાણીના ભાવમાં પેટ્રોલ ડીઝલ મળે છે તો તમારા માનવામાં આ વાત આવે ખરી? નહીં ને? પણ આ હકીકત છે. ચાલો તમને જણાવીએ આ ખાસ જગ્યા વિશે અને આ જગ્યા ક્યાં આવેલી છે, તેમ જ અહીં પેટ્રોલ ડીઝલ કેમ આટલા સસ્તા ભાવે મળે છે-
કદાચ ખૂબ જ ઓછા લોકોને જાણ છે દુનિયામાં એવી અનેક જગ્યાઓ આવેલી છે કે જ્યાં પેટ્રોલ ખૂબ જ સસ્તા ભાવે મળે છે. આજે અમે અહીં તમને એવા જ કેટલાક દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે વેનેઝ્યુએલા.
વેનેઝ્યુએલા એક એવો દેશ છે કે જે મોટાભાગનું તેલ વહેચી દે છે. અહીં મોટા પ્રમાણમાં પેટ્રોલ હોવાથી પેટ્રોલના દર ખૂબ જ ઓછા છે. પેટ્રોલની કિંમતની વાત કરીએ તો અહીં 61 રૂપિયામાં એક લિટર પેટ્રોલ મળે છે.
વેનેઝ્યુએલા બાદ આગળ વધી અને વાત કરીએ અલજીરિયા વિશે. અલજીરિયામાં મોટા પ્રમાણમાં પેટ્રોલનો ખજાનો આવેલો છે અને અહીં ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 25 રૂપિયામાં એક લિટર પેટ્રોલ મળી રહે છે.
ઈરાનમાં પણ પેટ્રોલનો મોટો ભંડાર છે. એનર્જીની બાબતમાં ઈરાન નંબર વન છે. આખી દુનિયાનું આશરે પાંચ ટકા પેટ્રોલ એકલા ઈરાનમાં બનાવવામાં આવે છે. ઈરાનમાં તો 20 રૂપિયામાં એક લિટર પેટ્રોલ મળી જાય છે.
ઈરાન બાદ વારો આવે છે સુદાનનો. અત્યાર સુધી આપણે વાત કરી એ તમારા જગ્યાની સાથે સાથે જ ઉત્તર પૂર્વ આફ્રિકામાં આવેલા નાનકડા સુદાનમાં પણ ખૂબ જ સસ્તા ભાવે પેટ્રોલ મળે છે. ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીએ 24 રૂપિયા લીટરના ભાવે અહીં પેટ્રોલ વેચાય છે.
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ અખાતી દેશોમાંથી એક એવા કુવૈત નાનકડો દેશ છે. અહીં ખૂબ જ વિપુલ પ્રમાણમાં પેટ્રોલ ઉપલબ્ધ છે. વાત કરીએ અહીંના પેટ્રોલની કિંમત વિશે તો અહીં એક લીટર પેટ્રોલની કિંમત આશરે 25 રૂપિયા જેટલી જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!