July 1, 2025
ઈન્ટરનેશનલમનોરંજન

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધની હિંસા સામે હવે પ્રીતિ ઝિંટાએ ઊઠાવ્યો અવાજ

Spread the love

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી નવી સરકારનું ગઠન થઈ ગયું. હજુ પણ ભારતમાં શેખ હસીના મહેમાનનવાજી માણી રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશમાં હિંદુઓ પર સંકટ તોળાઈ રહ્યું છે. આ મુદ્દે લોકસભામાં નેતાઓએ પણ અવાજ ઊઠાવ્યો ત્યારે હવે ફિલ્મી કલાકારો પણ હિંદુ સમુદાયમાં મહિલા-બાળકોના સંરક્ષણ માટે દિલ ખોલીને જાહેરમાં નવી સરકાર દ્વારા સુરક્ષા મળે એવી પણ અપેક્ષા વ્યક્ત કરી છે.
વડા પ્રધાનના પદેથી રાજીનામું આપ્યા પછી હવે બાંગ્લાદેશના ચીફ જસ્ટિસને પણ રાજીનામું આપવું પડ્યું છે. હજુ પણ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બન્યા પછી પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે, પરંતુ હિંદુઓની સુરક્ષા માટે એક્ટ્રેસ પ્રીતિ ઝિંટાએ ચિંતા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર પ્રીતિ ઝિંટાએ બાંગ્લાદેશમાં શાંતિનું નિર્માણ થાય એવી અપેક્ષા વ્યક્ત કરવાની સાથે ખાસ કરીને હિંદુઓની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી.
એનાથી આગળ પ્રીતિ ઝિંટાએ લખ્યું છે કે બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયના લોકો સામે હિંસાની વાત સાંભળીને દિલ તૂટી ગયું. લોકોએ પોતાના રહેઠાણ, પરિવારોને પોતાની જગ્યાએ છોડીને જવું પડ્યું. મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને ધાર્મિક સ્થળોને તોડવાની સાથે બાળવામાં આવ્યા. નવી સરકાર આ હિંસાને રોકે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકાર પોતાના લોકોની સુરક્ષા માટે યોગ્ય પગલા ભરે એવી અપેક્ષા.


પ્રીતિ ઝિંટા પહેલા સોનુ સૂદે પણ બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલા અંગે પ્રતિક્રિયા આપી હતી. સોનુ સૂદે પણ પોતાના એક્સ હેન્ડલ પર પણ એક વીડિયો શેર કરીને બાંગ્લાદેશી હિંદુ મહિલાની પીડાને વ્યક્ત કરી રહી હતી. સોનુ સૂદે ભારતીય અધિકારીઓને બાંગ્લાદેશથી ભારતીયોને પાછા લાવવાની અપીલ કરી હતી અને લખ્યું હતું કે આપણા તમામ ભારતીયોને પાછા લાવવા માટે તમામ પ્રકારની કોશિશ કરવી જોઈએ, જેથી ભારતમાં તેમને જીવન જીવવા માટે સારી જિંદગી મળે.
આ અગાઉ રવિના ટંડને પણ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હું પીડિતોની સાથે છું અને આ હિંસા રોકવા માટે તાત્કાલિક કોશિશ કરવી જોઈએ. વૈશ્વિક નેતા અને પ્રભાવશાળી લોકો ખાસ કરીને ભારતે આ અત્યાચારોની સામે બોલવું જોઈએ અને તમામ નાગરિકોના અધિકારો અને સન્માનની રક્ષા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. આ પ્રકારના અત્યાચારો સામે ચૂપ બેસી રહેવું જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!