ફાયદાની વાતઃ પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, વ્યાજની રકમથી કમાણી કરી શકો!
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ: 5 વર્ષમાં વ્યાજથી મેળવો 4.5 લાખની આવક

નાની બચતમાંથી ઘર અથવા બિઝનેસ કરવાના અનેક દાખલાઓ જોવા મળ્યા છે. ટીપે ટીપે સરોવર ભરાય કહેવતના માફક નાની બચતમાં પણ લાંબાગાળે તમે કમાણી કરી શકો છો. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પોસ્ટ ઓફિસની અલગ અલગ નાની બચત (પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ) ચલાવે છે, જેમાં ખાસ વાત એ છે કે નાના રોકાણથી લાંબા ગાળે જોરદાર વળતર મળે છે, જ્યારે તમારી રકમની સિક્યોરિટી પણ ખુદ સરકાર આપે છે, તેથી ચિંતા કર્યા વિના રોકાણ કરી શકો. જોરદાર ઓફરની વાત કરીએ તો આ વખતે પોસ્ટ ઓફિસ નવી જ સ્કીમ લઈ આવ્યું છે, પોસ્ટ ટાઈમ ડિપોઝિટ સ્કીમ, જેમાં રોકાણકારોને ફક્ત વ્યાજથી ચાર લાખ રુપિયાથી વધુ કમાણી થઈ શકે છે તો ચાલો જાણીએ.
સુરક્ષિત રકમ અને મજબૂત વળતર
સામાન્ય રીતે અમુક લોકો પોતાની કમાણીમાંથી અમુક રકમ બચતમાં જમા કરે છે, જે બચત તેમને લાંબા ગાળે ફાયદો કરાવી આપે છે અને પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ (Post Office Time Deposit Scheme)ની વાત કરીએ તો સરકારવતીથી પાંચ વર્ષ માટે રોકાણ પર 7.5 ટકાના વ્યાજદરથી ઓફર કરવામાં આવે છે. તમારા રોકાણની ગેરન્ટીમાં પહેલી વાત તો સુરક્ષાની છે, જ્યારે રોકાણ પછી પણ તમને મજબૂત રિટર્ન પણ મળે છે. સ્કીમ મુજબ અલગ અલગ ટેન્યોર માટે રોકાણ કરી શકો છો અને રોકાણ પર વ્યાજ અલગ અલગ રેટથી મળે છે કઈ રીતે તો એ પણ જાણી લો.
ઈન્કમ-ટેક્સમાંથી કઈ રીતે રાહત મળે
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 80સી અન્વયે ટેક્સમાં પણ રાહત થાય છે. આ યોજનાના રોકાણ પરથી લોન પણ મળી શકે છે, જ્યારે એના માટે પણ નિર્ધારિત નીતિ નિયમોનું પાલન કરવાનું રહે છે. એની સાથે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમમાં સિંગલ એકાઉન્ટ અથવા જોઈન્ટ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. દસ વર્ષથી વધુ ઉંમર બાળકોનું પણ તેમના પરિવારના સભ્ય દ્વારા ખાતું ખોલાવી શકે છે.
રોકાણ પર કઈ રીતે આવક થઈ શકે?
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમની યાદીમાં સામેલ સૌથી શાનદાર સરકારી યોજના પૈકીની એક માનવામાં આવે છે, કારણ કે તેમાં મજબૂત વ્યાજ, ગેરેન્ટેડ ઈન્કમની સાથે ટેક્સમાં પણ રાહત મળે છે. હવે રોકાણ મારફત ફક્ત વ્યાજમાંથી 4.5 લાખ રુપિયા સુધીની કમાણી થઈ શકે છે અને કઈ રીતે તો જાણી લો આ ગણિત.
પાંચ લાખના રોકાણમાં 2.24 લાખનું વ્યાજ
તમે જો વધુ રોકાણ કરો વધારે વ્યાજ અને ઓછું રોકાણ કરો તો ઓછું વ્યાજ મળે એ તો તમે સમજી શકો છો. જેમ કે કોઈ કોરાણકારો જો પાંચ વર્ષ માટે પાંચ લાખ રુપિયાનું રોકાણ કરે તો તેને 2.24 લાખ રુપિયાનું વ્યાજ મળશે, જ્યારે કૂલ મેચ્યોરિટી રકમ 7.24 લાખની થશે. આ યોજના તેના વ્યાજદરને કારણે લોકપ્રિય બની રહે છે. વધુ વિગતો માટે વેબસાઈટની મુલાકાત લઈ શકો છો અથવા આ પેજ પર ક્લિક કરીને https://www.indiapost.gov.in/Financial/pages/content/post-office-saving-schemes.aspx માહિતી મેળવી શકો.
. યોજનામાં હજાર રુપિયાથી ખાતું ખોલાવી શકો
. એક વર્ષના રોકાણ પર 6.9 ટકાનું વ્યાજ
. બે વર્ષના રોકાણ પર સાત ટકાનું વ્યાજ
. ત્રણ વર્ષના રોકાણ પર 7.1 ટકાનું વ્યાજ
. પાંચ વર્ષના રોકાણ પર 7.5 ટકાનું વ્યાજ
