પોસ્ટ ઓફિસની NSC સ્કીમ: મેળવો બમ્પર વળતર
સરકારી ગેરન્ટી સાથે ૭.૭% વ્યાજ અને ટેક્સમાં મોટી બચત મેળવવાની સુવર્ણ તક.
અત્યારે સોનાચાંદીના બજારમાં અફડાતફડીનો માહોલ છે, જ્યારે શેરબજાર પણ ક્યારે શું થાય એનું કોઈ ભવિષ્ય ભાખી શકતું નથી, ત્યારે રોકાણકારો ચિંતામાં આવ્યા છે. સેફ રોકાણ માટે હવે નાના રોકાણકારો સેફ ઈન્વેસ્ટમેન્ટનો વિકલ્પ વિચારી રહ્યા છે. જો તમે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા ઈચ્છતા હો તો નવી સ્કીમ આવી ગઈ છે, જ્યારે એના પર રિટર્ન પણ જોરદાર મળી શકે છે. પોસ્ટ ઓફિસની સ્મોલ સ્કીમ્સ પર તમને મદદ મળી શકે છે. એની સૌથી મોટી ખાસિયત એ છે કે તમારા પૈસા ક્યાંય ડૂબશે નહીં એની ગેરન્ટી પણ છે, કારણ એની ગેરન્ટી ખુદ સરકાર આપે છે. આ યોજના છે પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ (Post Office NSC Scheme), જેમાં એક વખત પૈસા લગાવ્યા પછી ફક્ત વ્યાજ જ નીં, પરંતુ બે લાખ રુપિયાથી વધુ કમાણી કરી શકો છો.
રોકાણ પર મળી શકે છે 7.7 ટકા વ્યાજ
અત્યારના સમયમાં લોકો નાની નાની બચત કરીને પણ સારું વળતર મેળવવા ઈચ્છતા હોય છે. પોસ્ટની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ યાને પોઓ એનએસસી સ્કીમની વાત કરીએ તો સરકારે તેમાં રોકાણ પર 7.7 ટકા વ્યાજની ઓફર કરે છે. આ સારી વાત છે, જેમાં રોકાણ પર વ્યાજદર કમ્પાઉન્ડિંગના આધારે ઓફર આપે છે અને એને મેચ્યુરિટી પછી રોકાણકારોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
એક વાત પણ ધ્યાન રાખો પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત કરવામાં આવેલી સરકારી સ્કીમમાં તમને વ્યાજનો પણ ફાયદો મળે છે, જે રોકાણકારે લોક ઈન પિરિયડ સુધી ચાલુ રાખવાની રહે છે, જે પાંચ વર્ષનો નિર્ધારિત છે, ત્યારે તમને પૂરા વ્યાજનું વળતર આપી શકે છે.
પોસ્ટ ઓફિસની એનએસસી સ્કીમમાં મેચ્યોરિટી પહેલા ક્લોઝ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે, પરંતુ એક કેસમાં નુકસાન પણ થાય છે. વાસ્તવમાં એક વર્ષ ઓપરેટ કર્યા પછી જો બંધ કરવામાં આવે તો ફક્ત તમને તમારા રોકાણની રકમ પરત કરવામાં આવે છે, જેમાં વ્યાજના પૈસા આપવામાં આવતા નથી. આ સંજોગોમાં રોકાણકારે પાંચ વર્ષ સુધી રોકાણ કરી રાખો, જેનાથી તમને ફાયદો થઈ શકે છે.
પોસ્ટ ઓફિસની આ યોજનામાં નેશનલ સેવિંગ સ્કીમમાં તમે તમારા પરિવારની કોઈ વ્યક્તિના નામે પણ ખાતું ખોલાવી શકો છો. આ યોજનામાં તમને ઈન્કમ ટેક્સ બેનિફિટ પણ મળે છે, જેમાં 80સી ટેક્સ છૂટનો પણ લાભ મળે છે. એક નાણાકીય વર્ષમાં મહત્તમ 1.5 લાખ રુપિયાનો ટેકસ બચાવી શકે છે. જો તમે પાંચ લાખ રુપિયાનું રોકાણ કરો તો ઈન્ટરેસ્ટ રેટ 7.7 ટકાના લોકઈન પિરિયડમાં 7.24 લાખ રુપિયા મળશે, મતલબ 2,24,517 રુપિયા ફક્ત વ્યાજથી મળી શકે છે.
રોકાણ અંગેની મહત્ત્વની વાત જાણો.
. 1000 રુપિયાની સ્કીમથી રોકાણથી શરુઆત કરી શકો છો.
. વધારે રોકાણની લિમિટ નથી, પરંતુ જેટલું વધારે રોકાણ એટલું વળતર મળી શકે
. એનએસસી સ્કીમમાં બાળકોના નામે એકાઉન્ટ ઓપન કરી શકો છો
. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ખાતાને માતાપિતા પણ ઓપરેટ કરી શકે
. આ સરકારી સ્કીમમાં ઓનલાઈન રોકાણની પણ સુવિધા આપવામાં આવે છે.
. રોકાણ પર મળનારા વ્યાજની રકમ પણ પાંચ વર્ષ પછી ટ્રાન્સફર કરવામાં આવે છે.
