July 1, 2025
ઈન્ટરનેશનલ

મહાયુદ્ધના એંધાણઃ ઈઝરાયલ પર ઈરાન ગમે ત્યારે હુમલો કરશે તો…

Spread the love

તહેરાનઃ દુનિયામાં ફરી એક વાર ત્રીજા યુદ્ધના ભણકારા. ઈઝરાયલ પર ઈરાન અને હિઝબુલ્લાહ હુમલો કરી શકે છે. એના સંબંધમાં અમેરિકાએ જી7 દેશોને ચેતવણી પણ આપી છે. બીજી બાજુ એવું પણ કહેવાય છે કે ઈરાનના હુમલાથી બચવા માટે ઈઝરાયલ પણ સેલ્ફ ડિફેન્સની રૂએ ઈરાન પર હુમલો કરી શકે છે.
અમેરિકાના વિદેશ પ્રધાન ટોન બ્લિંકેને કહ્યું હતું કે ઈઝરાયલની સામે ઈરાન અને હિઝબુલ્લાહ આજે હુમલાની શરુઆત કરી શકે છે. બ્લિંકેને ઈરાન અને હિઝબુલ્લાહ પર દબાણ લાવવા માટે અમેરિકાના સહયોગી દેશોને પણ કોન્ફરન્સ કોલ કર્યો હતો, જેમાં ઈરાનના હુમલામાં જવાબી હુમલો પણ કરી શકાય છે. આ હુમલાઓને રોકવાની સાથે તેની અસરને મર્યાદિત કરવાની બાબત યુદ્ધને રોકવાના ઉપાયસમાન છે.
બ્લિંકેનનું કહેવું છે કે ઈઝરાયલ પર ઈરાનના હુમલો કરવા અંગેના સમયની નક્કર જાણકારી નથી,, પરંતુ આગામી 24થી 48 કલાકમાં હુમલો કરી શકે છે. બીજી તરફ અમેરિકાના આ અહેવાલ સામે ઈઝરાયલે પણ નોંધ્યું છે કે જો ઈરાન હુમલો કરશે તો ઈઝરાયલ પણ એર સ્ટ્રાઈક કરતા ખચકાશે નહીં. ઈમર્જન્સી બેઠક બોલાવીને ઈઝરાયલે પણ ડિફેન્સ સિસ્ટમને સતર્ક કરી છે. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ઈઝરાયલની ડિફેન્સ મિનિસ્ટર સાથે બેઠક કરી હતી. બેઠકમાં સંરક્ષણ પ્રધાન યોઆવ ગેલાન્ટ, આઈડીએફ પ્રમુખ લેફ્ટન્ટ જનરલ હેરજી હલેવી, મોસાદ પ્રમુખ ડેવિડ બાર્ને અને શિન બેટ ચીફ રોનેન પણ ઉપસ્થિત રહ્યા હતા.
બંને દેશ વચ્ચેના ઘર્ષણ માટે હમાસ ચીફ ઈસ્માઈલ હનિયાનું ઈરાનના પાટનગર તહેરાનમાં હત્યા કરવામાં આવી હતી અને એના આરોપ ઈઝરાયલ પર લગાવ્યા હતા. આમ છતાં આ આરોપોને ઈઝરાયલ તરફથી કોઈ પ્રતિક્રિયા આપી નોહતી. આમ છતાં અમેરિકાના અહેવાલ પ્રમાણે આ હત્યાને લઈ ઈરાન અને હિઝબુલ્લાહ જવાબી કાર્યવાહી કરશે.
જો ઈરાન ઈઝરાયલ પર હુમલો કરશે તો ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ સાથે દુનિયાના દેશોમાં સંઘર્ષ વધી શકે છે. આ અગાઉ રશિયા અને યુક્રેન તેમ જ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ થાય તો વૈશ્વિક સ્તરે ગંભીર કટોકટી ઊભી થઈ શકે છે. ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં મને-કમને અન્ય દેશો પણ જોડાઈ શકે છે અને આ યુદ્ધ મહાયુદ્ધમાં પરિણમી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!