June 30, 2025
મુંબઈ

અટલ સેતુ પર આત્મહત્યા કરવા આવેલી મહિલાને એકદમ ફિલ્મી સ્ટાઈલમાં ઉગારી લીધી મુંબઈ પોલીસે…

Spread the love

મુંબઈ: મુંબઈના અટલ સેતુ પરથી કૂદકો મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનારી મહિલાને ઉગારી લેવામાં મુંબઈ ટ્રાફિક પોલીસને સફળતા મળી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. એટલું જ નહીં પણ પોલીસની સતર્કતાને મહિલાના પ્રાણ બચી ગયા હોઈ મુંબઈગરા ટ્રાફિક પોલીસના ભરપેટ વખાણ કરી રહ્યા છે.
મુંબઈથી નવી મુંબઈ તરફની લેન પરથી કૂદકો મારીને એક 56 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી. ન્હાવા શેવા પોલીસ દ્વારા આ મહિલાના વાળ પકડીને તેને ઉપર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આખરે પોલીસની મહેનત કામ લાગી અને મહિલાને સુખરૂપ બચાવી લેવામાં પોલીસને સફળતા મળી હતી.
અટલ સેતુના શેલગર ટોલ નાકા લેન નંબર 12.4 નજીક એક કારને રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ મહિલાએ અંતિમ પગલું ભરવાની કોશિશ કરી હતી. આ બનાવ શુક્રવારે સાંજના 7.06 વાગ્યાના સુમારે બન્યો હતો. આધેડ વયની મહિલા સંભવિત આત્મહત્યાની કોશિશ કરવાનો કોલ મળ્યા પછી તુરંત બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આત્મહત્યા કરનાર મહિલા મુલુંડની રહેવાસી હતી અને તેણે સાંજે સાત વાગ્યાની આસપાસ અટલ સેતુ પર પોતાની કાર રોકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને ઉગારી લેનારા પોલીસકર્મીઓમાં લલિત શિરસાટ, કિરણ મ્હાત્રે, યશ સોનવણે, મયુર પાટીલનો સમાવેશ થાય છે. જ્યારે મહિલાની ઓળખ રીમા મૂકેશ પટેલ તરીકે કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અટલ સેતુ પરથી ડોમ્બીવલીના એક એન્જિનિયર આર્થિક ભીંસમાં આવીને આત્મહત્યા કરી હતી. વાત કરીએ આ અટલ સેતુ ખુલ્લો મુકાયો ત્યાર બાદ થયેલી સૌથી પહેલી આત્મહત્યાની તો દાદર ખાતે રહેતી એક કચ્છી મહિલા ડોકટરે આ સેતુ પરથી જંપલાવીને આત્મહત્યા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!