રવિવારે વધુ 10 વંદે ભારતને અપાશે લીલીઝંડી, પહેલી વંદે મેટ્રો ટ્રેનની ભેટ મળી ગુજરાતને
નવી દિલ્હીઃ ભારતીય રેલવે દરેક રાજ્યને સેમી હાઈ સ્પીડ વંદે ભારતથી કનેક્ટ કરી રહી છે, જે અન્વયે વધુ 10 વંદે ભારત ટ્રેનને ગ્રીન સિગ્નલ આપવામાં આવશે. આ ઉપરાંત, 20 કોચવાળી વંદે ભારત ટ્રેનનો જે ગુજરાતમાં ટ્રાયલ કરવામાં આવ્યો હતો, એ પણ ટ્રેનની ભેટ ગુજરાતને મળવાની નથી. પંદરમી સપ્ટેમ્બરના રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વધુ 10 ટ્રેનને લીલી ઝંડી આપશે, જેમાંથી એક પણ ટ્રેન ગુજરાતમાં સમાવેશ થતો નથી. બીજી બાજુ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બે ટ્રેનની ભેટ મળશે.
ભુજ-અમદાવાદ વચ્ચે દોડાવાશે વંદે મેટ્રો
20 કોચવાળી વંદે ભારત ટ્રેનની ભેટ ગુજરાતને મળી નથી, પરંતુ એની સામે સૌથી પહેલી વંદે મેટ્રો ટ્રેનને ગુજરાતમાં દોડાવવામાં આવશે. આ ટ્રેન ગુજરાતમાં કચ્છ અને અમદાવાદની વચ્ચો દોડાવવામાં આવશે. ભુજ અને અમદાવાદ વચ્ચે દોડાવનારી આ ટ્રેનને વડા પ્રધાન મોદી રવિવારે લીલી ઝંડી આપશે, જ્યારે આ ટ્રેન અઠવાડિયાના છ દિવસ દોડાવાશે.
ઓડિશાને સૌથી વધુ ટ્રેનની ભેટ મળી
આ અગાઉ કચ્છમાં વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ હાથ ધરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 20 કોચની વંદે ભારત ટ્રેનની ટ્રાયલ પણ મુંબઈ-અમદાવાદ સેક્શનમાં કરવામાં આવ્યો હતો, પરંતુ આ બંને મહાનગરોની સાથે ગુજરાતને ટ્રેન નહીં મળતા આ આશા ઠગારી નિવડી છે. રવિવારે પીએમ મોદી દેશના વિભિન્ન રાજ્ય માટે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ ટ્રેન બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ અને બિહારના અનેક શહેરમાંથી પસાર થશે. આ તમામ રાજ્યમાંથી સૌથી વધુ ઓડિશાને ભેટ મળશે.
પુણે-હુબલી અને નાગપુર-સિકંદરાબાદ ટ્રેનની ભેટ
વડા પ્રધાન મોદી રવિવારે દેવઘર-વારાણસી વંદે ભારત ટ્રેન સાથે મહારાષ્ટ્રને બે વંદે ભારત ટ્રેનની ભેટ આપશે. એક તો પુણે-હુલબી અને બીજી નાગપુર-સિકંદરાબાદને પણ લીલી ઝંડી આપશે. પુણે અને કર્ણાટકને જોડતી ટ્રેન સવારે પાંચ વાગ્યે હુબલીથી રવાના થશે, જે એક વાગ્યે પુણે પહોંચશે અને પુણેથી હુબલી માટે બપોરના અઢી વાગ્યે રવાના થશે, જે રાતના દસ વાગ્યે હુબલી પહોંચશે. નાગપુરથી સવારે પાંચ વાગ્યે સિકંદરાબાદ રવાના થશે, જે ટ્રેન બપોરે બપોરે એક વાગ્યે સિકંદરાબાદથી નાગપુર રવાના થશે. આ ઉપરાંત, હાવડા-ગયા વંદે ભારત, આગ્રા-વારાણસી, હાવરા-રુરકેલા, પટણા-ટાટાનગર, હાવરા-ભાગલપુર, દુર્ગ-વિશાખાપટ્ટન વચ્ચે દોડાવાશે.
20 કોચની વંદે ભારત દિલ્હી-વારાણસી
ભારતમાં અત્યાર સુધી આઠ અથવા 16 કોચની વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે, પરંતુ આગામી દિવસોમાં 20 કોચની વંદે ભારત ટ્રેનને દિલ્હી-વારાણસી-દિલ્હી વચ્ચે દોડાવવાની યોજના છે. આ ભારતની સૌથી પહેલી 20 કોચ અને મેક ઈન ઈન્ડિયા યોજનાવાળી ટ્રેન છે. હાલ દેશમાં 106 વંદે ભારત ટ્રેન દોડાવાય છે, જેમાં આ અગાઉ મેરઠ-લખનઊ, મદુરાઈ-બેંગલુરુ અને ચેન્નઈ-નાગરકોઈલ વચ્ચે ટ્રેનને લીલી ઝંડી આપી હતી.