…આજે PM Narendra Modiનો વિદાય સમારંભ છે: શિવસેનાના સાંસદનું ચોંકાવનારું નિવેદન
મુંબઈ: કોંગ્રેસને 150થી વધુ બેઠકો મળશે, એવો વિશ્વાસ ઠાકરે જૂથની શિવસેનાના સાંસદ સંજય રાઉત (Sanjay Raut) દ્વારા વ્યકત કરવામાં આવ્યો હતો. દરમિયાન જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પોતાના જ મતદાર સંઘ વારાણસીમાં પાછળ ચાલી રહ્યા છે અને આ જ દેશનો સાચો ટ્રેન્ડ છે, એવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
રાઉતે આગળ ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટીકાસ્ત્ર છોડતા એવું પણ કહ્યું હતું કે આ વખતે NDAને કોઈપણ સંજોગોમાં બહુમતિ મળે એવા કોઈ જ ચિન્હ નથી દેખાઈ રહ્યા. આ ઉપરાંત પરિણામ પહેલાં એકઝિટ પોલ (Exit Polls) માં દેખાડવામાં આવેલા આંકડાઓ જોઈને તેમણે ટીકા કરતાં આ એકઝિટ પોલ નહીં પણ આ બધી મોદી પોલ છે એવું પણ જણાવ્યું હતું.
એ બધી મોદી પોલ હતી, ગુજરાતના વેપારીઓની શેરબજાર હતી, જે હવે કડડભૂસ થતી દેખાઈ રહ્યું છે. અમે સતત મહારાષ્ટ્ર અને દેશભરમાં પરિવર્તન આવશે એવું કહી રહ્યા છીએ. અત્યારે તો આ બધી માત્ર અટકળો જ છે પરંતુ ધક્કાદાયક બાબત તો એ છે કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ખુદ પોતાના મતદાર સંઘના મત ગણતરીના પહેલાં ત્રણ રાઉન્ડમાં પાછળ ચાલી રહ્યા હતા અને આ જ દેશનો ટ્રેન્ડ છે. જે પરિણામ આવવાનું હશે એ આવશે. પરંતુ હકીકત તો એ જ છે કે સ્વયં ભગવાન, ઈશ્વરનો અવતાર, કાશીપુત્ર ત્રણ રાઉન્ડમાં પાછળ ચાલી રહ્યા હતા. આ ઉત્તર પ્રદેશ નહીં પણ દેશનું પરિણામ છે, ટ્રેન્ડ છે. બે વાગ્યા સુધી તો આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
વધુમાં સંજય રાઉત (Sanjay Raut) એ એવું પણ કહ્યું હતું કે ઈન્ડિયા અલાયન્સ ઝડપથી આગળ વધી રહ્યું છે અને એકઝિટ પોલનો આંકડા કરતાં આગળ નીકળી ગયું છે. કોંગ્રેસને 150 બેઠકો મળશે અને આ જ પીએમ મોદીનો વિદાય સમારંભ છે એવું પણ રાઉતે વધુમાં જણાવ્યું હતું.
